રેલી બાદ રજૂઆત:ભુજમાં માધાપરના યુવકની હત્યાના આરોપીને ઉશ્કેરણી કરનારા શખ્સોની અટકાયત કરવા માગ

કચ્છ (ભુજ )25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રબારી- ભરવાડ સમાજના લોકોએ મોટી સંખ્યમાં હાજર રહી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું
  • સમાજ દ્વારા કચ્છની એકતા અને ભાઈચારો બનાવી રાખવા પણ અપીલ કરાઈ

ભૂજ સમીપના માધાપર ગામે ગત તા. 26ના રોજ ગામનાજ સુલેમાન સમાએ 20 વર્ષીય પરેશ રબારી નામના યુવકની છરીના ઘા મારી ધોળા દિવસે હત્યા નિપજાવી દેવાયાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઇ હતી. જે બાદ હતભાગી યુવકની અંતિમ ક્રિયા બાદ માધાપરમાં ટોળા દ્વારા મસ્જિદ અને દુકાનોમાં તોડફોડ કરાયાની ફરિયાદ પણ પોલીસ મથકે નોંધાવાઈ હતી. તેમાં સામેલ આરોપીઓ સામે સખ્ત કાર્યવાહીની માગ સાથે કચ્છ સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા તંત્રને આવેદનપત્ર અપાયું હતું.

ભુજમાં મૌન રેલી યોજી
IMAIMના નેજા હેઠળ રેલી યોજી આવેદનપત્ર અપાયું હતું. સમાંતર આજે કચ્છ રબારી-ભરવાડ સમાજ દ્વારા મોટી સંખ્યમાં લોકોએ ઉપસ્થિત રહી હત્યાને અંજામ આપનાર આરોપીની ઉશ્કેરણી કરનાર બે શખ્સોની પણ અટકાયત કરવામાં આવે અને તોડફોડના કેશમાં જે નિર્દોષ લોકોના નામ છે તે ફરિયાદમાંથી કમી કરવા સહિતની માગ સાથે આજે ભુજમાં મૌન રેલી યોજી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું.

મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને આલેખીને રજુઆત
રબારી-ભરવાડ સમાજ દ્વારા મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને આલેખીને કલેક્ટર કચેરીએ અપાયેલા આવેદનપત્ર અનુસાર માધાપર-નવાવાસ ખાતેની દિલક્ષ પાનની બાજુમાં આરોપી સુલેમાન સમાએ ગત તા. 26ના છરીના ઘા ઝીંકી પરેશ રાણા રબારી નામના યુવકની દિનદહાડે નિર્મમ હત્યા નિપજાવી દીધી હતી. આરોપીને ગુનો કરવા ઉશ્કેરણી કરનાર જૂણસ સમાં અને ઇશાક સમાં નામના ઇસમોની પણ અટકાયત કરવામાં આવે તથા ગુનો થયા બાદ આરોપીને મદદરૂપ થનાર ઇસમોની અટકાયત કરવાં સહિતની વિવિધ માંગ કરવામાં આવી હતી.
​​​​​​​સમાજના અગ્રણીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા
આવેદન આપવા પૂર્વે અખિલ કચ્છ રબારી-ભરવાડ સમાજના હજારો લોકો ભુજના ગણેશનગર સ્થિત શાળા સંકુલ ખાતે એકત્ર થયા હતા અને બાદમાં મૌન રેલી યોજી, કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં તંત્રને યોગ્ય ન્યાયની માગ સાથે આવેદનપત્ર આપ્યું હતું. આ વેળાએ અખિલ કચ્છ રબારી સમાજના પ્રમુખ હીરાભાઈ દેવાભાઈ રબારી, અરજણભાઈ રબારી, માંડણભાઈ રબારી, નથુભાઈ રબારી, દેવશીભાઈ રબારી, જેશા ભોપા, રાજાભાઈ રબારી, વેરશી સુરા રબારી, રાજેશભાઈ રબારી, મયુરભાઈ રબારી, કરસનભાઈ રબારી, શંભુભાઈ રબારી, માલધારી સંગઠનના પન્ના દેવા રબારી, વેરસિં રાણા રબારી, ભીખાભાઈ જંગી, ખેંગાર પબા રબારી, વેલા કમા રબારી, વિજુબેન રબારી, રામા હભુ રબારી, ભીમા લખુ રબારી, ભીખાભાઈ રબારી, મંગલભાઈ રબારી, મનુભાઈ રબારી સહિતના આગેવાનો અને માગપટ, ગરડા, વાગડ અને ઢેબર રબારી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

​​​​​​​આગેવાનોએ આ કોઈ સમાજનો વિરોધના હોવાનું જણાવ્યું
આગેવાનોએ કલેક્ટર કચેરી ખાતે હત્યા બાદ મસ્જિદમાં થયેલી ઘટના પ્રત્યે દુઃખ વ્યક્ત કરી કોઈ સમાજનો વિરોધ નથી એવું પણ કહ્યું હતું. પરંતુ અમુક લોકોના કહેવાથી જે રેલી યોજી તે અયોગ્ય હોવાનું ઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે હત્યા કેસની તપાસ સીઆઇડી વિભાગને સુપરત કરવામાં આવી છે અને આ કામના તાહોમતદારનો કબજો પણ સીઆઇડી દ્વારા લઈ લેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...