મતદાન જાગૃતિ:ભુજમાં વાલીઓ જાગૃતતા દાખવી મતદાન કરે તે હેતુથી શાળામાં બાળકોને સંકલ્પપત્રોનું વિતરણ કરાયું

કચ્છ (ભુજ )3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની યોજાનાર ચૂંટણીમાં વ્યાપક પ્રમાણમાં મતદાન થાય એ માટે વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે મજબૂત લોહશાહી માટે મતદાતાઓ મતદાનનું મહત્વ સમજે તેમજ વિધાનસભા ચુંટણી-2022 દરમિયાન વધુમાં વધુ મતદાન થાય તે માટે SVEEP (સિસ્ટેમેટિક વોર્ટસ એજ્યુકેશન એન્ડ ઇલેકટોરલ પાર્ટિસિપેશન પ્રોગામ) અંતર્ગત મતદાન જાગૃતિ સંકલ્પપત્ર વિતરણ અને સંકલ્પ ગ્રહણ કાર્યક્રમ ભુજની શ્રી ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે યોજાયો હતો. જેમાં 1050 બાળકોને તેમના વાલીઓ જાગૃતતા દાખવીને મતદાન કરે તે માટે સંકલ્પપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ વેળાએ મોટી સંખ્યમાં ઉપસ્થિત છાત્રાઓએ પણ પોતાના વાલીઓને મજબુત લોકશાહીના નિમાર્ણ માટે મતદાન કરવાની ફરજ તેઓ નિભાવે તે માટે માહિતગાર કરશે તેવો સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે આચાર્ય બેલાબેન મહેતાની ઉપસ્થિતિમાં શિક્ષકોએ પણ સંકલ્પ ગ્રહણ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...