તંત્ર સામે નારાજગી:ભુજમાં શેરી ફેરીયા મંડળ દ્વારા કામ ધંધા બંધ રાખી વિવિધ માગ સાથે રેલી યોજી

કચ્છ (ભુજ )4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભુજ શહેર ખાતે આજે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસે શેરી ફેરીયા મંડળ દ્વારા પોતાના કામધંધા બંધ રાખી વિવિધ માગ સાથે રેલી યોજી તંત્ર સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. આ મામલે આજે શહેરભરના મોટા ભાગના લારી ધારકો, કેબિન ધારકો અને ફેરી કરતા શાકભાજી સહિતના ધંધાર્થીઓએ પોતાના કામકાજ બંધ રાખ્યા હતા. શેરી ફેરીયા મંડળ દ્વારા વર્ષ 2014 અધિનિયમ મુજબની અમલવારી હજુ સુધી થઈ નથી તે સુધારાઈ શરૂ કરે એવી માંગ કરવામાં આવી હતી. મંડળે ઓલ્ફ્રેડ હાઈસ્કૂલથી જ્યુબિલી સર્કલ સુધી બેનર સાથેની રેલી પણ યોજી હતી. જેમાં શહેરના લારિધારકો મોટી સંખ્યમાં જોડાયા હતા.

ક્લેકટરને આવેદન પત્ર અપાશે
શેરી ફેરીયા મંડળના મામદ લાખાએ જણાવ્યું હતું કે, સુધારાઈ દ્વારા મંડળના લોકો માટે 22 સ્થળે વેન્ડિંગ ઝોન બનાવવાનું જાહેર કર્યું હતું. પરંતુ આ માટેની પૂરેપૂરી અમલવારી હજુ સુધી કરવામાં આવી નથી. માત્ર કાગળ પરજ કામ બતાવવામાં આવે છે. જે સ્થળે વેન્ડિંગ ઝોન અમલમાં આવ્યાં છે ત્યાં હજુ સુધી લાઇટ પાણીની સુવિધા ધંધાર્થીઓને મળી શકી નથી. આ તમામ મુદ્દે મંડળ દ્વારા તંત્ર સામે નારાજગી દર્શવાતી રેલી યોજી મંગણીઓ પુરી કરવા જણાવાયું હતું. આ માટેની રજૂઆત કરતું આવેદનપત્ર આગામી સોમવારે કલેકટર કચેરીએ આપવામાં આવશે એવું તેમણે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...