ચોરીનો નિષ્ફળ પ્રયાસ:ભુજમાં 2 ચડ્ડીધારી ચોર દ્વારા તબીબના ઘરના 4 દરવાજા તોડી અડધા લાખનું નુકસાન

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિવકૃપાનગરમાં ડેન્ટીસ્ટના ઘરમાં તસ્કરીનો પ્રયાસ કરાયો
  • ક્લિનીકની ગ્રીલ પણ તોડી : ચોરીનો નિષ્ફળ પ્રયાસ CCTVમાં કેદ

બુધવારે મધરાતે શહેરના શિવકૃપાનગરમાં બ્રહ્મસમાજની વાડી પાસે રહેતા દાંતના તબીબના ઘરે બે ચડ્ડીધારી ચોર ત્રાટકતા હતા. ક્લિનીકની બારીની ગ્રીલ તોડી અંદર ઘુસવા અને દરવાજા તોડવાનો પ્રયાસ કર્યો પણ અંદર ઘુસી શક્યા ન હતા. ચાર દરવાજા અને ગ્રીલ તોડી અડધા લાખ રૂપિ્યાનું નુકસાન કર્યું હતું.

શિવકૃપા નગરમાં રહેતા ડેન્ટીૃસ્ટ હિતેશભાઇ વરસાણીના ઘરમાં બુધવારે રાતે ચાર વાગ્યાના અરસામાં ટી-શર્ટ અને ચડ્ડી પહેરી મોઢે બુકાની બાંધેલા બે ચોર હાથમાં સળીયા જેવા સાધનથી આવ્યા હતા. કંપાઉન્ડ વોલની લોખંડની જાળી તોડીને તે અંદર પ્રવેશ્યા હતા, બંને ચોર ઘરના દરવાજાને ખોલવા માટે સળીયાથી તોડફોડ કરી હતી, બાદમાં ઘર નીચે આવેલી ક્લિનિકની બારીની ગ્રીલ પણ નોડી નાખી હતી.

જો કે ગ્રીલ અને દરવાજા મજબુત હોઇ અંદર પ્રવેશી શક્યા ન હતા અને સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઇ હતી. મધરાતે બે ચડ્ડીધારી ચોર પ્રવેશી ચોરીનો પ્રયાસ કર્યો તે અંગે તબીબ સહપરીવાર સુઇ રહ્યા હતા, તેમને ચોરો અંગે ભનક પણ ગઇ ન હતી. સવારે તૂટેલી હાલતમાં ગ્રીલ અને દરવાજા જોઇને સીસીટીવી ફૂટેજ ચેક કરતા બંને ચડ્ડીધારી ચોરની ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ હતી.

તબીબે બંને અજાણ્યા ઇસમો સામે ચોરીના ઇરાહદે ઘરના ચાર દરવાજા-બારીમાં તોડફોડ કરી અડધા લાખ રૂપિયાનું નુકસાન કર્યો હોવાની ફરિયાદ અે ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી. ઘટનાના પગલે વિસ્તારના લોકોમાં ફફડાટ વ્યાપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...