અનોખો રાસોત્સવ:ભૂજમાં 15 હજાર ખેલૈયાઓ એક તાલે ઝૂમી ઉઠ્યા, કચ્છના 282 ગ્રુપોએ ભાગ લીધો

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભૂજ નૂતન સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજન કરાયું

ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિરની પશ્ચાતભુમાં આવેલા હમીરસર તળાવમાં આજે ઘનશ્યામ મહારાજ દ્વારા 200 વર્ષ પૂર્વે પાંચાળામાં ભવ્ય રાસોત્સવ યોજાયો હતો. તેના માનમાં આજે શુક્રવારે પૂર્વે દિવસે ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે પોતાનો પ્રેમ પ્રગટ કરવા ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિર આયોજિત રાસોત્સવ યોજાઇ રહ્યો છે. જેમાં સમગ્ર કચ્છની વિવિધ રાસ મંડળીના 282 ગ્રુપ ભાગ લઈ રહ્યા છે. અને અંદાજિત 15 હજાર ભાઈ બહેન ખેલેયાઓ ધાર્મિક સંગીતના સથવારે અલગ અલગ રાસ રમી એક તાલે ઝૂમી રહ્યા છે. તો શહેર અને દેશ દુનિયાથી આવેલા ભુજ મંદિર હસ્તેના 40 હજાર જેટલા સત્સંગી હરિભક્ત ભાઈ બહેનો ભવ્ય રાશોત્સવને નિહાળી ધન્યતા અનુભવી રહ્યા છે.

કચ્છ શ્રી નરનારાયણદેવ યુવક યુવતી મંડળ સંચાલક સંત સમિતિ દ્વારા આયોજિત ભવ્ય રાસોત્સવ 200 સ્વામીજી અને 200 જેટલા સાંખયોગી બહેનોની ખાસ ઉપસ્થિતિમાં યોજાઈ રહ્યો છે. જેમાં ભિન્ન ભિન્ન પ્રકારના પ્રાદેશિક વસ્ત્રોમાં સજ્જ યુવક અને યુવતીઓ ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે પોતાની આસ્થા પ્રગટ કરવા એક તાલે અલગ વ્યવસ્થા હેઠળ રાસ રમી રહ્યા છે. વિશાલ સંગીત સ્ટેજ સામે રાસની રંગત જામી છે.

અદભુત રાસને નિહાળી લ્હાવો લેવા માટે શહેરીજનો સત્સંગી ભાઈ બહેનો ઉપસ્થિત રહી લઈ રહ્યા છે. સ્ટેજ પર સ્વામી ભજનપ્રકાશ દાસજી પોતાના સ્વરે ખલેયાઓને ડોલાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સ્વામિનારાયણ ભગવાન દ્વારા આજે વૈશાખ સુદ 5 ની તિથિએ 199 વર્ષ પૂર્વે નરનારાયણ દેવની સ્થાપના કરવામાં આવી હતી જેના માનમાં આ સમૂહ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે. મંદિર ના કોઠારી ધર્મનંદનદાસ સ્વામી, અને જાદવજી ભગતના માર્ગદર્શન હેઠળ શાસ્ત્રી સ્વામી દેવપ્રકાશ દાસજી આદિ સંતો દ્વારા આયોજન વ્યબસ્થા સાંભળવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...