વૃદ્ધનું ઝાડીઓમાં પડવાથી મોત:ભાનુશાલીનગરમાં ચક્કર આવતાં મહિલા ત્રીજા માળેથી પટકાતાં મોત

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંગવાણાના વૃદ્ધનું ઝાડીઓમાં પડવાથી મોત

ભુજમાં ભાનુશાલીનગરમાં રહેતા 42 વર્ષીય મહિલા માનસિક રીતે અસ્વસ્થ હતા.જેમને ચક્કર આવતા ત્રીજા માળેથી પડી ગયા હતા.જેનું સારવાર દરમિયાન મોત થયું હતું.તો મંગવાણાના 60 વર્ષીય વૃદ્ધ ગુરુવારે ઘરેથી ચાલ્યા ગયા હતા.જે મંગવાણા રેલ્વે પાટાની બાજુમાં બાવળની ઝાડીઓમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા.

ભાનુશાલીનગરમાં રહેતા 42 વર્ષીય રિન્કુબેન પારસભાઈ શાહ માનસિક રીતે અસ્થિર હતા.જેમની માંન્સીકની દવા ચાલુ હતી એ દરમિયાન 12 વાગ્યાના અરસામાં ગોલ્ડન પેલેસ એપાર્ટમેન્ટના ત્રીજા માળે ફ્લેટ નંબર 14 પરથી ચક્કર આવતા નીચે પડી ગયા હતા.બનાવને પગલે મહિલાને સારવાર માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.

જ્યાં સારવાર દરમિયાન 1:43 વાગ્યાના અરસામાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.બનાવને પગલે બી ડીવીઝન પોલીસ મથકે ગુનો નોધાયો છે.તો મંગવાણાના 60 વર્ષીય વેલજી સામત કોલી ગુરુવારે ઘરેથી ચાલ્યા ગયા હતા.ત્યારબાદ રવિવારે મંગવાણા રેલ્વે પાટાની નજીક બાવળોની ઝાડીઓમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા.પ્રાથમિક તપાસમાં વૃદ્ધનું પડી જવાથી મોત થયું હોવાનું સામે આવ્યું હતું.બનાવને પગલે નખત્રાણા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...