ડોલરની ઘોળ:ભચાઉના નવા કટારીયા ગામે રાજબાઇ માતાજીના મેળામાં યોજાયેલી સંતવાણીમાં રૂપિયા સાથે ડોલરનો વરસાદ કરાયો

કચ્છ (ભુજ )એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતના નામાંકિત કલાકારોની સંતવાણીમાં ડોલરની પણ ઘોળ થઇ હતી
  • અંદાજિત રૂ. 20 લાખ જેવી ઘોળની રકમ ધાર્મિક સ્થાનના વિકાશ અર્થે ઉપયોગ થશે

ભચાઉ તાલુકાના નવા કટારીયા ગામે રાજબાઇ માતાજીના મેળા પ્રસંગે મંદિર સંકુલમાં ભવ્ય સંતવાણીનું આયોજન હાથ ધરાયુ હતું. છેલ્લા બે વર્ષથી કોરોના બીમારીના કારણે મેળો યોજાઈ શક્યો નહોતો. જ્યારે આ વખતે મેળો યોજાતા સ્થાનિક સાથે ગામના મુંબઇ વસતા ભાવિકો પણ મેળા પ્રસંગે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. આ વેળાએ શ્રી રાજબાઇમાં સેવા સમિતિ મુંબઈ દ્વારા ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભજન કલાકારો પર શ્રોતાગણ દ્વારા રૂપિયા સાથે ડોલરની પણ ઘોળ કરવામાં આવી હતી. અને સ્ટેજ ચલણી નોટોથી ભરાઈ ગયું હતું.

અંદાજિત રૂ. 20 લાખ જેવી ઘોળની રકમ ધાર્મિક સ્થાનના વિકાસ અર્થે ઉપયોગ થશે
ગામના શ્રી રાજબાઈમાં મંદિર ખાતે ગત રાત્રે ગુજરાતના નામાંકિત કલાકારોની સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો. જીગનેશ બારોટ, ઘનશ્યામભાઈ ઝૂલા, અપેક્ષાબેન પંડ્યા અને બાબુભાઇ આહીર સહિતના કલાકારોએ એક બાદ એક ભજન રજૂ કરતા ઉપસ્થિત ભાવિકોએ સ્ટેજ પર પહોંચી કલાકારો પર રૂપિયા અને ડોલરનો વરસાદ કરી મુક્યો હતો. આ દરમ્યાન એકત્ર થયેલી રકમ ધાર્મિક સ્થાનના વિકાસ અર્થે ઉપયોગમાં લેવાશે એવું રમજું છત્રાએ જણાવ્યું હતું.

જીગ્નેશ બારોટ દ્વારા ભજનની પ્રસ્તુતિ દરમિયાન તેમના પર કોઈએ ડોલરની ઘોળ કરી હતી
​​​​​​​
આ વર્ષે કચ્છમાં ખૂબ સારો વરસાદ થયો છે તેની ખુશીમાં વતન આવેલા મુંબઈગરાઓએ સંતવાણીમાં રૂપિયા અને ડોલરનો વરસાદ વરસાવી દીધો હતો. ખાસ તો જીગનેશ બારોટ દ્વારા ભજનની પ્રસ્તુતિ દરમ્યાન તેમના પર કોઈએ ડોલરની ઘોર કરતા સ્ટેટ ડોલરથી ભરાઈ ગયું હતું. આ મેળાનું આયોજન શ્રી રાજબાઇ સેવા સમિતિ મુંબઈ અને નવા કટારીયા ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે મહાપ્રસાદ દાતા તરીકે ગ.સ્વ રાજીબેન. નાનજીભાઈ રામજીભાઈ પરિવાર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...