• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • In Bhachau, Under The Pretext Of Meter Checking, Three Persons Broke Into The House, Tied The Housewife And Demanded Rs. 4 Lakh Gold Jewelery Looted

ધોળા દહાડે છરીની અણીએ લૂંટ:ભચાઉમાં મીટર ચેકિંગના બહાને ત્રણ શખ્સો ઘરમાં ઘુસી આવ્યા, ગૃહિણીને બાંધી રૂ. 4 લાખના સોનાના ઘરેણાં લૂંટી લેતાં ચકચાર

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંદાજિત રૂપિયા 4 લાખના ઘરેણાંની લૂંટથી ભચાઉ નગરમાં ચિંતા ફેલાઈ
  • ઘટનામાં ગૃહિણીને હાથની ત્રણ આંગળીમાં છરી વડે ઇજા પહોંચી
  • ભચાઉ પોલીસે દવાખાને દાખલ ગૃહિણીનું નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથ ધરી

ભચાઉ નગરના પોશ એરિયામાં આવેલા વર્ધમાન નગર વિસ્તારમાં આજે શુક્રવારે બપોરે 3 વાગ્યાના અરસામાં વીજ મીટર ચેકિંગના બહાને ત્રણ જેટલા શખ્સો ઘરમાં ઘુસી આવ્યા હતા. તેઓ ગૃહિણી પાસેથી છરીની અણીએ આશરે રૂ. 4 લાખના સોનાના ઘરેણાંની લૂંટ ચલાવી ફરાર થઇ ગયાની ઘટના બનતાં નગરમાં ચકચાર પ્રસરી જવા પામી છે.

ગૃહિણીને હાથની ત્રણ આંગળીમાં છરી વડે ઇજા પહોંચી

વેપારી હિતેન્દ્ર નાનાલાલ પોપટના ધર્મપત્ની અલ્પાબેનને લૂંટારુઓએ વીજ કર્મચારી હોવાની ઓળખ આપી ઘરમાં ઘુસી ગયા હતા. જેમાં અલ્પાબેનને બાંધી તેમને છરી બતાવી શખ્સો હાથમાં પહેરેલી સોનાની 4 બંગડી અને ગળામાં પહેરેલી સોનાના ચેનની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં ગૃહિણીને હાથની ત્રણ આંગળીમાં છરી વડે ઇજા પહોંચી હોવાનું પણ જાણવા મળ્યું છે.

આરોપીઓ મહિલાને બાંધી સોનાના ઘરેણાં લૂંટી ફરાર

આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ નગરના વર્ધમાનનગર વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં ગૃહિણી ઘરમાં એકલાં હતાં. ત્યારે ત્રણ જેટલા અજાણ્યા શખ્સો વીજ મીટર ચેકિંગના બહાને ઘુસી આવ્યા હતા અને બાદમાં ગૃહિણીને છરી બતાવી તિજોરીની ચાવી માંગી હતી. જેનો ઇન્કાર કરતાં તેમણે ગૃહિણીને દુપટ્ટા વડે બાંધી હાથમાં પહેરેલી સોનાની 4 બંગડી અને સોનાની ચેન ખેંચી ફરાર થઈ ગયા હતા. બનાવના પગલે ભચાઉ પોલીસ દ્વારા સરકારી દવાખાને દાખલ ગૃહિણીનું નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવાની માગ

દરમ્યાન ભચાઉ લોહાણા સમાજ દ્વારા લૂંટની ઘટનાને વખોડી આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવામાં આવે એવી માગ કરવામાં આવી હતી. સમાજ અગ્રણી ઇશ્વરલાલ ઠક્કરે ઘટનાની નિંદા કરતા જણાવ્યું હતું કે આ પૂર્વે પણ ભચાઉ નગરમાં અનેક લૂંટના બનાવ બની ચુક્યા છે, તે પકડાયા નથી તેનું એક કારણ પોલીસ હિભાગમાં અપૂરતો સ્ટાફ પણ છે. બીજી તરફ સ્થાનિક સુધારાઈ દ્વારા નગરમાં સીસીટીવી કેમરા લગાડવામાં આવ્યા છે તેમાં મોટા ભાગના બંધ હાલતમાં છે. જે ફરી ચાલુ કરવામાં આવે તો આ પ્રકારના બનાવ બનતા અટકી શકે છે અથવા બનાવ વખતે આરોપીઓને પકડવા કામ લાગી શકે છે ત્યારે સીસીટીવી કેમરા શરૂ કરાય એવી પણ માગ કરવામાં આવી હતી. તેમની સાથે સમાજના અશ્વિનભાઈ ઠકકર, અભય હાલાણી વગેરે આગેવાનો જોડાયા રહ્યા હતા. લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ ભરતભાઈ ઠક્કરે બનાવ અંગે પોલીસમાં જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...