આયોજન:અંજારમાં ધૂળેટી પર્વે પરંપરા મુજબ ઇશાકચંદ્રનો લગ્ન પ્રસંગ ઉજવાયો

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ સમાજો, અગ્રણીઓ અને બહોળી સંખ્યામાં શહેરીજનો જોડાયા

અંજારમાં રાજાશાહીના સમયથી હોળી-ધૂળેટીએ ઇશાકચંદ્રના પારંપરિક લગ્ન યોજાય છે જેને અનુલક્ષી મંગળવારે પણ લગ્ને લગ્ને કુંવારા ઇશાકચંદ્રનો લગ્નોત્સવ ઉમંગેભર ઉજવાયો હતો. વિવિધ સમાજ, અગ્રણીઓ અને બહોળી સંખ્યામાં શહેરીજનો ઉજવણીમાં જોડાયા હતા. કોમી એક્તાની પ્રતિક હોળી-ઘેર સમિતિ દ્વારા સન્માન સમારંભનું અયોજન કરાયું હતું.

સવારે શહેરીજનો ધૂળેટીના રંગે રંગાયા બાદ સાંજે લગ્નોત્સવની ઉજવણી શરૂ કરાઇ હતી. સંગીતના સથવારે અને નૃત્યના તાલે ભીડ ચોકથી ઇશાકચંદ્રનો વરઘોડો નીકળ્યો હતો જે ગંગાનાકા, લોહાર ચોક, કંસારા બજાર, મચ્છીપીઠ, મોહનરાયજી ચોક થઇ શિવાજી રોડ પર આવેલા આશાપુરા મંદિરે સંપન્ન થયો હતો. અહીં સ્થપાયેલા માણેકથંભ પાસે ઇશાકચંદ્રના લગ્ન યોજાયા હતા. વર્ષોથી લગ્નમાં ફટાણા ગાતા વજુભાઇ દવેને યાદ કરીને અંજલિ અપાઇ હતી. સહયોગી બનેલા દાતાઓનું સન્માન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...