માસૂમ બાળકોનો શું વાંક?:અબડાસાના વિંઝાણ ગામમાં એક શખ્સે કોઈ વાંક વગર બે બાળકોને ઢોર માર માર્યો, પોલીસ ફરિયાદ

કચ્છ (ભુજ )4 મહિનો પહેલા
  • કૉપી લિંક

અબડાસા તાલુકાના વિંઝાણ ગામમાં રહેતા એક શખ્સે કોઈ કારણો સર બે માસૂમ બાળકોને ઢોર માર મારી શરીર પર નિશાન પાડી દીધા હતા. બંને બાળકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અબડાસા તાલુકાના વિંઝાણ ગામમાં રહેતા એક શખ્સે ગઈકાલે સાંજે કોઈ કારણોસર ગામમાં રહેતા બે માસૂમ બાળકોને ઢોર માર માર્યો હતો. બીજા ધોરણમાં અભ્યાસ કરતા આ બંને બાળકો શાળાએથી છૂટી પરત આવી રહ્યા હતા ત્યારે ગામમાં રહેતા સંદીપ દરજી નામના શખ્સે કોઈ કારણોસર બાળકોને માર માર્યો હતો. બાળકોને પ્રાથમિક સારવાર અપાયા બાદ ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.પોલીસે આ મામલે સદીપ હરેશ દરજી સામે મારામારીની કલમ હેઠલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...