પચ્છમના એક ગામમાં લગ્નની સરણાઇઓ ગુંજવાની તડામાર તૈયારીઓ થઇ રહી હતી. ત્યાં વિધિની વક્રતા એવી બની કે યુવાનનું ગુપ્તાંગ જંગલી સુવરોએ આવીને કરડી ખાધુ હતું. આ યુવાન નદીએ ગયો ત્યારે આ બનાવ બન્યો હતો. ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ બનાવ શનિવારે સાડા નવ વાગ્યાના અરસામાં બન્યો હતો. પચ્છમ એક ગામમાં રવિવારે એક પરિવારના દિકરાના લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. સૌ પરિવારજના ખુશીના માહોલમાં હતા. પરંતુ વિધિની વક્રતા એવી સર્જાઇ કે, જેમના લગ્ન હતા. તે યુવક લગ્નના આગલા દિવસે એટલે કે, શનિવારે સવારે ગામની નદીએ ગયો હતો.
યુવક શરીરના ભાગોની સાફ સફાઇ કરી રહ્યો હતો. ત્યારે અચાનક ત્રણથી ચાર સુવરો પાછળથી દોડી આવતાં તે એકદમ ગભરાઇ ગયો હતો. ઉભો થઇને ભાગવાનું વિચારે તે પહેલા સુવરે યુવકનું ગુપ્તાંગ કરડી ખાધુ હતું. અસહ્ય પીડામાં તેણે રાડા રાડ કરી મુકતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા.
ગંભીર રીતે ઘવાયેલા યુવકને પ્રથમ સારવાર ખાવડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અપાવ્યા બાદ વુધ સારવાર માટે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ખાવડા પોલીસે બનાવની જાણવા જોગ નોંધ લઇ આગળની કાર્યવાહી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.