કોરોના અપડેટ:દોઢ મહિને કોરોના ડોકાયો નારાણપરના પ્રૌઢ સંક્રમિત

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરીવારમાં બે જણના સેમ્પલ લઇ રિપોર્ટ માટે મોકલાયા
  • સીસલથી અાવેલા વ્યક્તિએ બે ડોઝ પણ લીધા હતા

દોઢ મહિના બાદ ભુજ તાલુકાના નારાણપર ગામે સીસલમાં બે રસીના ડોઝ લઇ અાવેલા અાધેડ કોરોનાથી સંક્રમીત થયા છે. છેલ્લા ચારેક દિવસથી બિમાર હોવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જો કે સોમવારે કોરોનાનો રિપોર્ટ અાવતા પોઝીટીવ હોવાનું નિદાન થયું છે. અાધેડના પરીવારમાંથી બે જણના સેમ્પલ લઇ રિપોર્ટ માટે મોકલી દેવાયા છે.

45 દિવસ પૂર્વે માધાપર ગામમાં કોરોનાનો કેસ દેખાયો હતો, બાદમાં શુન્ય કેસ નોંધાયા છે. જો કે હવે ભુજ તાલુકાના નારાણપર ગામે 10 દીવસ પહેલા 54 વર્ષીય અાધેડ સીસલ દેશથી અાવ્યા હતા, જેમણે ત્યાં રસીના બંને ડોઝ પણ લીધા હતા. ચારેક દિવસથી અાધેડ બિમાર હોવાના કારણે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જો કે સોમવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ અાવ્યો હતો. રિપોર્ટ પોઝીટીવ અાવતા જ તેમના પરીવારમાં બે જણાના સેમ્પલ લઇ રિપોર્ટ માટે મોકલી દેવાયા છે.

નોંધનીય છે કે, રાજયમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે કચ્છમાં પણ ભુજ તાલુકામાં અેક કેસ દેખાતા અારોગ્ય તંત્ર કામે લાગી ગયું છે, બીજી તરફ રસીકરણ માટેની ઝુંબેશ પણ વધુ સઘન બનાવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...