કોરોનાનું સંક્રમણ હવે ભુજ ભણી:નવા 25 કેસમાં શહેરના એકસામટા 7 દર્દી, 38 દર્દીઓ સ્વસ્થ થતાં એક્ટિવ કેસની સંખ્યા 139 થઈ

ભુજ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં અત્યારસુધી 2.73 લાખ વ્યક્તિએ બુસ્ટર ડોઝ મુકાવ્યો

કચ્છ જિલ્લામાં મંગળવારે વધુ 25 વ્યક્તિઓને કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું.જેમાં સૌથી વધુ ભુજ શહેરમાં કેસો સામે આવ્યા હતા. નવા કેસની સામે 38 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે. જિલ્લા પંચાયત દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં જણાવ્યા મુજબ, શહેરી વિસ્તારમાં 15 અને ગ્રામ્ય વિસ્તારમાં 10 કેસ સામે આવ્યા હતા.

સાત તાલુકાઓમાં કોરોનાની હાજરી નોંધાઈ હતી.જેમાં ભુજ શહેરમાં સાત, ભચાઉ તાલુકામાં ચાર,ગાંધીધામ શહેર અને તાલુકામાં ત્રણ તેમજ રાપર શહેર -તાલુકામાં છ,આતરફ મુન્દ્રા અને નખત્રાણામાં 2-2 જ્યારે અંજારમાં એક કેસ સામે આવ્યો હતો.દરમ્યાન 38 દર્દીઓને રજા આપવામાં આવતા એક્ટિવ કેસની સંખ્યા 139 થઈ છે.

આ સાથે વધુ 7004 લોકોએ રસી મુકાવી હોવાથી બુસ્ટર ડોઝની કુલ કામગીરી 2.73 લાખ જેટલી થઈ છે.લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે તંત્ર દ્વારા બોગસ રસીકરણ પણ કરવામાં આવી રહ્યું હોવાના મામલા સામે આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...