ભુજના હૃદય સમાન હમીરસર તળાવમાં જુલાઈ માસના પ્રથમ 12 દિવસમાં જ વરસાદી પાણી હિલોળા લેતું થઈ ગયું હતું. પરંતુ, જુલાઈ માસમાં ઓગનશે એવી ઉત્કંઠા ઓસરી ગઈ અને છેલ્લા 20 દિવસમાં તો એકાદ ફૂટ પાણી નીચે પણ ઉતરી ગયું છે. જોકે, ઓગસ્ટ માસમાં હજુ સુધી 11 વખત ઓગન્યું છે, જેથી વધાવવાની આશા બરકરાર છે.
હમીરસર તળાવના ઈદગાહ પાસેના પ્રવેશદ્વાર પાસે, રામધૂન સામે દીવાલ પાસે, ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ સામેની દીવાલના ભાગે હમીરસર તળાવનું તળિયું દેખાવવા લાગ્યું છે. એટલું જ નહીં પણ રઘુનાથજીના આરા પાસે હાથીના પગની ઊંચાઈએ પહોંચવા ચારેક ફૂટનું અંતર હતું એ હવે પાંચેક ફૂટનું થઈ ગયું છે. આમ એકાદ ફૂટ પાણી ઉતરી ગયું છે, જેથી ઓગસ્ટ માસમાં લક્કી ડુંગરે વેળાસર એકધારું પાંચેક ઈંચ વરસાદ પડે તો ઓગનવાની આશા ફળે એમ છે.
ઓગસ્ટમાં કઈ તારીખે વધાવાયું તારીખ વધાવનારા સદભાગી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.