પગલા લેવા માંગ:કોઇ મોટી દુર્ઘટના સર્જે એ પહેલા ભાનુશાળી નગરમાં ક્ષતિગ્રસ્ત 7 માળનું એપાર્ટમેન્ટ તાત્કાલિક તોડી પાડો

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જર્જરિત ઇમારતમાં પુન: વસાહત ઉભી કરવાની હિલચાલનો આક્ષેપ

વર્ષ 2001માં આવેલા વિનાશક ભૂકંપ વખતે ભુજના ભાનુશાલી નગરમાં આવેલું 7 માળ ઉંચું રાધા કિશન એપાર્ટમેન્ટ ક્ષતિગ્રસ્ત થતાં તેને તોડી પાડવા આ વિસ્તારના રહીશોએ અનેક વાર તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી. આ એપાર્ટમેન્ટમાં પુન: વસાહત ઉભી કરવા હિલચાલ થઇ રહી છે તેવા આક્ષેપ સાથે કલેક્ટર સમક્ષ કરાયેલી રજૂઆતમાં જર્જરિત ઇમારતને તાત્કાલિક તોડી પાડવાની માગ કરાઇ છે.

વિનાશક ધરતીકંપ વખતે આ વિસ્તારમાં બહુમાળી ઇમારતો ધરાશાયી થતાં મોટા પ્રમાણમાં જાન હાનિ થઇ હતી આ બાબતે તંત્ર વાકેફ હોવા છતાં છેલ્લા 21 વર્ષથી 7 માળનું એપાર્ટમેન્ટ તોડાયું નથી. હાલે તેને રિનોવેટ કરીને લોકોને વસાવવાની પેરવી કરાઇ રહી છે તેને કોઇપણ રીતે સાંખી નહીં લેવાય અને જરૂર પડશે તો પડકારવામાં આવશે તેવી રજૂઆત કરતાં કપિલ એમ. મહેતાએ એપાર્ટમેન્ટને તાત્કાલિક તોડી પાડવાની કલેક્ટર સમક્ષ માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...