ફરિયાદ:ચાંદ્રોડીમાં સરકારી ખરાબામાં ગેરકાયદે પવનચક્કીઓ ઉભી કરાઇ

સામખિયાળીએક દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કિસાને કરેલા લેખિત આક્ષેપોને પગલે ગ્રામ પંચાયતે આદરી તપાસ

ભચાઉ તાલુકા ના ચાંદ્રોડી ગામે અલગ અલગ કંપનીઓની 126 જેટલી પવન ચક્કી છે. જે પૈકીની કેટલીક સરકારી ખરાબાવાળી જમીનમાં ગેરકાયદે રીતે ઉભી કરાઇ હોવાના આક્ષેપ ગામના ખેડૂત અગ્રણી દ્વારા કરાતાં ગ્રામ પંચાયતે તપાસ આદરીને સંબંધિત કંપનીઓએ નોટિસ ફટકારી છે. ગામની સીમમાં આરએસઇ, એમએસપીએલ, જીએએસ, એલઆરઆઇ, જેટીએલ, એસઆઇબીએલ, સીએપીએસ, જીએનએ સહિતની કંપનીઓએ પવનચક્કીઓ ઉભી કરી છે.

ગામના ખેડૂત આહીર કાનાભાઈ નાયાભાઈ કાયદાકીય જંગે ચડતા કેટલીક કંપનીને વકીલ મારફતે નોટિસ મોકલવી હતી જેને પગલે ગ્રામ પંચાયતે જે સર્વે નંબરમાં પવનચક્કીઓ ઉભી કરવામાં આવી છે તેમા મંજુરી લેવામાં આવી હોય અને એન. એ.ને લાગતા તમામ કાગળો 10 દિવસમાં ગ્રામ પંચાયત કચેરીમાં જમા કરાવાની નોટિસ આપી હતી.

આ સમયગાળો વીતી ગયો હોવા છતા આજ દિવસ સુધી કોઈ દસ્તાવેજો રજૂ થયા નથી.સંબંધિત કંપનીઓએ કાગળો જમા ન કરાવતાં ગ્રામ પંચાયત દ્વારા જુના રેકર્ડ ચેક કરાતા માલુમ થયું હતું કે ગામના સીમાડા અમુક પવન ચક્કીએ કાગળ પર કંપનીએ ખરીદેલ જમીનના સર્વે નંબર પર ઉભી છે જે વાસ્તવવમાં સરકારી ખરાબા અને ગૌચરની જમીન પર ઉભી કરી દેવા માં આવી છે. આમ આ રીતે થયેલું દબાણ કંપની સ્વેચ્છાએ દૂર નહિ કરે તો ગ્રામ પંચાયત પોતે હટાવીને તેનો ખર્ચ પવન ચક્કી પાસે વસુલશે.

લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ કરાઇ
ચાંદ્રોડીના સરપંચ હંસાબેનના પતિ લાલજીભાઈ આહીરે દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગ્રામ પચાયત દ્વારા નોટિસ આપવામા આવતા કંપનીઓએ કોઈ જવાબ આપ્યો નથી. હવે પંચાયત દ્વારા આધાર પુરાવા સાથે પવનચક્કીઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવી છે અને જરૂર પડશે તો કંપનીઓ સામે હાઇકોર્ટમાં પણ જવાની તૈયારી છે.

અન્ય સમાચારો પણ છે...