નિરીક્ષણ:BSFના IGએ હરામીનાળા, ક્રિક વિસ્તારોનું નિરીક્ષણ કર્યું

નારાયણ સરોવર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘૂસણખોરી થતી હોવાથી જવાનોને માર્ગદર્શન આપ્યું

બીએસએફના ગુજરાત ફ્રન્ટિયરના આઈજી રવિ ગાંધીએ શનિવારે લખપતમાં રાત્રે રોકાણ કર્યા બાદ રવિવારે સવારે તેઓએ અટપટીક્રિક, હરામીનાળા,પિલર નંબર 1175 સહિતના સંવેદનશીલ વિસ્તારોનું જાત નિરીક્ષણ કર્યું હતું. પાકિસ્તાની માછીમારો દ્વારા અવારનવાર હરામીનાળા અને ક્રિક વિસ્તારમાંથી ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવે છે.જોકે જવાનોની ચાંપતી નજરના કારણે પાકિસ્તાની બોટ સાથે આરોપીઓ પકડાઈ જાય છે.

ભારત-પાકિસ્તાનની સરહદ અને સંવેદનશીલ વિસ્તાર હોવાથી બીએસએફના નવનિયુક્ત આઈજીએ આ વિસ્તારમાં રાત્રી રોકાણ કરી સુરક્ષા જવાનો સાથે વાર્તાલાપ કરી સ્થાનિકની પરિસ્થિતિની સમીક્ષા કરવા સાથે જવાનો સાથે વાત કરી સુવિધાઓ વધારવા સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવી હતી.હરામીનાળા વિસ્તાર ઘૂસણખોરી માટે કુખ્યાત છે અને બીએસએફ માટે પણ અરબસાગરની ભરતીની ઓટના સમયે કાદવ-કિચડ ભરેલા નાળાઓ પડકાર સમાન સાબિત થયા છે પણ જવાનો દિવાલની જેમ અડીખમ છે.

જેથી આઈજીએ જવાનોનો હોંસલો વધાર્યો હતો તેમજ વધુ સારી સુરક્ષા વ્યવસ્થા માટે માર્ગદર્શન આપ્યું હતુ.ઉલ્લેખનીય છે કે,અગાઉ તેઓએ કોટેશ્વર,લક્કીનાળા,જખૌ સરહદી વિસ્તારની જાત મુલાકાત લીધી હતી.ત્રીદિવસીય મુલાકાતના અંતિમ દિવસે સરહદના છેડે આવેલા બોર્ડર પિલર નંબર 1175 ની મુલાકાત લઈ જવાનોના હોંસલાને બિરદાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...