આવેદન:સલાયામાં ગટર-પાણીની સમસ્યા ન ઉકેલાય તો આંદોલનની ચિમકી

માંડવી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નગરસેવકો સાથે રહેવાસીઓએ પાલિકામાં આપ્યું આવેદન

માંડવીના સલાયા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સતાવતી પાણી અને ગટરની સમસ્યા જો આઠ દિવસમાં હલ નહીં થાય તો આંદોલન છેડાશે તેવી ચીમકી કોંગ્રેસના નગરસેવકોની સાથે રહીશોએ પાલિકામાં પાઠવેલા આવેદનમાં ઉચ્ચારાઇ હતી.

શહેરના વોર્ડ નં. 5માં આવતા સલાયા વિસ્તારમાં ભાજપને એકપણ બેઠક ન મળતાં કોંગ્રેસ પ્રત્યે અણગમો હોઇ સફાઇ, પાણી, ગટરની વ્યવસ્થા માટે આંખ આડા કાન કરાઇ રહ્યા છે તેવો આક્ષેપ સધિક થૈમે કર્યો હતો. અગાઉ સુમરા સમીરા આસિફ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં પ્રશ્ન ઉકેલાતો નથી. સલાયામાં કામો ન થતા હોવાની લાગણી સાથે પાલિકા કચેરીએ ધસી ગયેલા રહીશોએ ઉગ્ર રજૂઆત કરીને આઠ દિવસની મહેતલ આપી હતી. જો આ સમસ્યાનો નિવેડો નહીં આવે તો આંદોલનની ચિમકી ઉચારી છે.

અન્ય સમાચારો પણ છે...