વાસ્તવિક કરતા કાલ્પનિક દુનિયાના દ્રશ્યો સૌને સોહામણા લાગે,આજે કચ્છ જિલ્લો પર્યટન વિકાસના કારણે આંતરરાષ્ટ્રીય ફલક પર ચમકી ગયો છે પણ જો સિંધુ નદી કચ્છમાંથી વહેતી હોત તો આજે લખપત અને ધોળાવીરા જેવા નગરો વેરાન ન હોત તે જરૂરી કલ્પી શકાય.કલ્પનાઓની દુનિયામાં કોમ્પ્યુટરની મદદથી માણસે તૈયાર કરેલી આ કલ્પનાના દ્રશ્યો દરેક કચ્છીઓને મોહિત કરી જાય તેવા છે. વિકસેલા વિજ્ઞાને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી આપતા જે નથી તેની કલ્પના કરીએ તો દિલ બાગ બાગ થઈ જાય તેવા દ્રશ્યો જોવા મળે છે. પ્રસ્તૃત તસવીરમાં કચ્છમાં સિંધુ નદી વહેતી હોત તો સરહદી લખપત અને ધોળાવીરામાં કેવો વિકાસ અને જાહોજહાલી હોત તે જોવા મળે છે.
આજથી લગભગ બે સદી પહેલા સુધી સિંધુ નદીના પાણીથી કચ્છના લખપત તાલુકામાં ખેતી થતી, સિંઘ પ્રાંતમાંથી કચ્છ તરફ વહેતી સિંધુ નદીની નરા ચેનલ થકી લખપત પાણીદાર તાલુકો હતો પરંતુ 1819ના અલ્લાહ બંધ ભૂકંપના કારણે કચ્છ અને સિંધ વચ્ચે જમીનનો એક મોટો ભાગ 12 મીટર ઉપર ઉઠી જતા આ પાણીના વહેણ બંધ થયા હતા.
જેને અલ્લાહએ બાંધ્યો હોવાથી ‘અલ્લાહબંધ’ નામ અપાયું હતું.આજે આ સિંધુ નદીનું પાણી અલ્લાહ બંધની ઉપરની તરફ શુકુર લેકમાં જમા થાય છે. તો પહેલા કચ્છ અને સિંધ વચ્ચે વેપાર માટેનો મુખ્ય જળ માર્ગ બંધ થતાં લખપત તાલુકામાં પણ પાણીની અછત ઊભી થવા લાગી હતી જે આજે પણ યથાવત છે ત્યારે જો આજના સમયમાં સિંધુ નદી કચ્છમાંથી વહેતી હોત તો લખપતના દૃશ્યો કેવા હોત?તે પ્રશ્ન AI એટલે કે આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સને પૂછવામાં આવતા તેણે તરત જ કોમ્પ્યુટરની મદદથી સ્વપ્નની દુનિયામાં લઇ જઇ તસવીરો તૈયાર કરી છે. જે ખરેખર મનમોહક છે.
હાલમાં ઇન્ટરનેટ પર આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સનો દબદબો ખૂબ વધ્યો છે. વિવિધ સર્ચ એન્જિન્સ પર હવે આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ લોકોના પ્રશ્નોના ઉત્તર આપે છે. તેવામાં ભુજમાં ઈન્સ્ટાગ્રામ પેજ ચલાવતા યુવક વિકાસ બરારીયાએ ડીસ્કોર્ડ એપ્લિકેશન પર Midjourney નામના AI Bot ને સિંધુ નદી આજના સમયમાં કચ્છમાં વહેતી હોવાના ચિત્રો માગતા AI દ્વારા અદભુત ચિત્રો રજૂ કરવામાં આવ્યા હતા.
આ તસવીરોમાં નદી ઉપરાંત આસપાસ અનેક કિલ્લાઓ પણ નજરે પડે છે જે સંભવિત કચ્છમાં આવેલા લખપત અને સિંધરીના કિલ્લા છે,ધોળાવીરા છે.વહેતી નદીના કાંઠે અમુક ગામો પણ આ તસવીરોમાં જોવા મળે છે તેમજ ધોળા વીરા હડપ્પીય સાઇટના દ્રશ્યો પણ સામે આવ્યા છે.જો આજે આ વાત સાચી હોત તો કચ્છ જળમાર્ગે વેપારમાં ભૂતકાળમાં સિદ્ધિઓ મેળવી બેઠું હતું એ સાબિત થાય છે સાથોસાથ અતિતના આધારે ભાવિ પણ સુધારી શકાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.