આવેદન:જો પડતર પ્રશ્નો નહિ ઉકેલાય તો હવે સરકાર વિરુદ્ધ પ્રચાર કરવાની ફરજ પડશે; ભારતીય મજદૂર સંઘ

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટર કચેરીએ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર આપવા એક હજારથી વધુ બહેનો જોડાઈ

વિવિધ પડતર માંગણીઓને લઈને ભારતીય મજદૂર સંઘની આગેવાની હેઠળ સોમવારે આંગણવાડી વર્કર, મધ્યાહ્ન ભોજન, આશા વર્કર, જીએમડીસીના ફરજ બજાવતા કર્મચારીઓ, એસ.ટી. મજદૂર સંઘના સભ્યો વગેરેએ જિલ્લા સમાહર્તાને પડતર પ્રશ્નોના ઉકેલ ગાંધીનગર સ્તરેથી તાત્કાલિક આવે તે માટે સમગ્ર રાજ્યની સાથે ભુજમાં આવેદન પત્ર આપ્યું હતું. જેમાં આ બધા વિભાગમાંથી એક હજારથી વધુ કર્મચારીઓ જોડાયા હતા. આંદોલન કરવા છતાં કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી.

જેના સંદર્ભમાં ભારતીય મઝદૂર સંઘના પ્રદેશ અધ્યક્ષની અધ્યક્ષતામાં પ્રદેશના પદાધિકારીઓ અને વિવિધ ફેડરેશનના પ્રમુખ અને મહામંત્રીઓની એક બેઠક અમદાવાદ ખાતે મળી હતી. જેમાં નક્કી થયા મુજબ રાજ્યમાં એકસાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. સંઘ દ્વારા ચીમકી અપાઈ હતી કે, હવે જો કોઇ પગલાં લેવામાં નહીં આવે તો ભા.મ.સંધ આગામી ચુંટણી સમયે કર્મચારી/કામદારોના પડતર પ્રશ્નોનો નિકાલ ન આવતા ભાજપની સરકાર વિરૂધ્ધ પ્રચાર-પસાર કરશે.

આ છે સંઘની મુખ્ય માંગણીઓ : મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોને ઠરાવ મુજબ પ્રતિદિન રુ.220 મહેનતાણુ ચુકવવા અને ફીક્સ વેતન ચુકવવાની જોગવાઇ કરવામાં આવે., શ્રમ રોજગારના અસંગઠીત શ્રમિકો તરીકે નોંધાયેલા આ યોજનાના કામદારોને શ્રમ કાયદા મુજબ મળતા લાભો જેવા કે પ્રસુતી રજા, વિમો, ગ્રેજ્યુઇટી, સહીતની જોગવાઇ મુજબની લાભો શીડ્યુલ વર્કર ગણીને આપવામાં આવે., યોજનાના રસોઇયા અને મદદનીશોને વીમા કવચથી સુરક્ષીત કરી એપન,સાડી,ગ્લોઝથી સુસજ્જ કરી ભારત સરકારની નવી શિક્ષણનીતીની જોગવાઇ મુજબ ભોજનમાતાનું નામકરણ કરવાની માંગણી.

અન્ય સમાચારો પણ છે...