મુસ્લીમીનના અધ્યક્ષનો હુંકાર:બન્નીનો પ્રશ્ન ન ઉકેલાય તો પશુઓ સાથે ગાંધીનગર પહોંચશું : આવૈસી

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓલ ઈન્ડિયા મજલીસ-એ-ઈત્તેહાદુલ મુસ્લીમીનના અધ્યક્ષનો હુંકાર
  • 75 વર્ષથી ઓરમાયું વર્તન રખાયાના આક્ષેપ સાથે કેન્દ્ર સરકારને આડે હાથ લીધી

ભુજ તાલુકાના લુડિયા ગામે શુક્રવારે અોલ ઈન્ડિયા મજલીસ-અે-ઈત્તેહાદુલ મુસ્લીમીનના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન અોવૈસીઅે ચૂંટણી પ્રચારની શરુઅાત કરતી જાહેર સભા યોજી હતી, જેમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ડાંગ જિલ્લામાં અાદિવાસીઅોને વન અધિકાર અાપી શકતી હોય તો બન્નીને શા માટે બાકાત રખાય છે. બન્નીનો પ્રશ્ન નહીં ઉકેલાય તો અે.અાઈ.અેમ.અાઈ.અેમ.ના ભુજ વિધાનસભા બેઠકના ઉમેદવાર શકીલ સમા ઢોરોને હાંકીને પશુઅો સાથે ગાંધીનગર પહોંચી જશે.

અસદુદ્દીન અોવૈસીઅે વધુમાં જણાવ્યું હતું કે, અમે માૈલાના અબ્દુર્રહીમ પચ્છમીના વારસદાર છીઅે. અમને અન્ય દેશ સાથે કોઈ સંબંધ નથી. તેમણે 75 વર્ષથી બન્ની પ્રત્યે અોરમાયું વર્તન રખાયાના અાક્ષેપ સાથે કોંગ્રેસ અને ભાજપની કેન્દ્ર સરકારોને અાડે હાથ લીધી હતી. વડાપ્રધાન બન્નીની ભેંસ 15 લિટર દુધ અાપતી હોવા મુદ્દે ગર્વ લે છે પરંતુ, માલધારીઅોને 1200 રૂપિયા ખર્ચીને પાણીનું ટેન્કર વેચાતું લેવું પડે છે અે શરમજનક હકીકત કેમ છુપાવાય છે અેવો વ્યંગ પણ કર્યો હતો.

અા અગાઉ મહારાષ્ટ્રના પૂર્વ ધારાસભ્ય અને રાષ્ટ્રીય પ્રવકતા વારિસ પઠાણે સભામાં પાર્ટીના ઉમેદવાર પરિચય અાપ્યો હતો. જિલ્લા ઉપપ્રમુખ બિલાલ સમાઅે સ્થાનિક સમસ્યાઅો સહિતના મુદ્દા ઉઠાવ્યા હતા. અબડાસાના પ્રમુખ હાજી સુલતાનશાહ બાવાઅે, જિલ્લા પ્રમુખ ઈબ્રાહિમ હાલેપોત્રાઅે પણ પ્રવચન કર્યા હતા. ઉમેદવાર શકીલ સમાીઅે જણાવ્યું હતું કે, 2017માં હારનારા બન્ની પચ્છમના કારણે હાર્યાના અાક્ષેપો કરતા હોય છે. બન્ની પચ્છમના લોકો ગદ્દાર નથી અે અા વખતની ચૂંટણીમાં સાબિત કરશું.

અન્ય સમાચારો પણ છે...