રજૂઆત:ચૂંટણી આચારસંહિતા પહેલા બન્નીને મહેસૂલી દરજ્જો ન મળે તો કોર્ટમાં જવાની ચિમકી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષો જૂનો પ્રશ્ન અભેરાઇઅે ચડી જતાં મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત

બન્નીના 48 ગામોને મહેસૂલી દરજ્જો અાપવા માટેનો મુદ્દો અભેરાઇઅે ચડી જતાં જો અાગામી ચૂંટણી અાચારસંહિતા પહેલા અા મુદ્દો નહીં ઉકેલાય તો અદાલતમાં જવાની ચિમકી સાથે મુખ્યમંત્રીને રજૂઅાત કરાઇ છે. કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને લેખિત રજૂઅાત કરતા ગોરેવાલીના બાબાખાન અેચ. મુતવાઅે જણાવ્યું હતું કે, બન્નીના 48 ગામોને મહેસૂલી દરજ્જો અાપવાની જાહેરાત કરાયા બાદ અા મુદ્દો અભેરાઇઅે ચડી ગયો છે.

ડો.નિમાબેન અાચાર્ય 5 વર્ષથી ભુજ વિધાનસભા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તેમ છતાં માલધારીઅોના િહતમાં અવાજ ઉઠાવ્યો નથી. હવે ફરી વિધાનસભાની સામાન્ય ચૂંટણી નજીક અાવી રહી છે ત્યારે બન્નીના માલધારીઅો યાદ અાવ્યા છે. અા મુદ્દો ભારત સરકારના અાદિજાતિ મંત્રાલય મારફતે ગુજરાત સરકાર પાસે છેલ્લા 16 વર્ષથી પેન્ડિંગ છે. સરકાર વિધાનસભાની ચૂંટણીની અાચારસંહિતા પહેલા બન્નીના 48 ગામોને મહેસૂલી દરજ્જા માટે ગંભીરતા નહીં દાખવે તો અા પ્રશ્ન અદાલતમાં લઇ જવાની ચિમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...