રાષ્ટ્રધ્વજ એ દેશની શાન ગણવામાં આવે છે. તેનું હંમેશા સન્માન જળવાય તે સરકાર અને નાગરિકો બંનેની જવાબદારી છે. ગુજરાતમાં સૌથી ઊંચો 62 મીટરની ઊંચાઈએ રાષ્ટ્રધ્વજ સમા તળાવમાં 2017માં 14 મી ઓગસ્ટે રોપાયો હતો અને તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બીજે દિવસે 15મી ઓગષ્ટે ફરકાવ્યો હતો. તો કચ્છમાં મુન્દ્રા પોર્ટે 60 મીટરની ઊંચાઈએ પણ ધ્વજ લહેરાય છે.
કચ્છમાં પ્રવાસીઓની આવન જાવન વધી છે અને વિકાસને જોતા એક પછી એક આકર્ષણ ઉમેરાતું જાય છે, ત્યારે હાલ પ્રવાસીઓ અને કચ્છીઓ માટે જે સૌથી હોટ ફેવરિટ ડેસ્ટિનેશન છે તે સ્મૃતિવન એટલે કે ભુજીયો ડુંગર છે. આના પર જો આવો જ કાયમી ધ્વજ ફરકાવવામાં આવે તો તેની ઊંચાઈ જોતા 10 કિમીથી પણ દૂર સુધી તે દ્રશ્યમાન થઈ શકે અને લોકો માટે વધુ એક આકર્ષણ ઉમેરાય.
26 જાન્યુઆરી ગણતંત્ર દિને સ્મૃતિવનમાં વિવિધ કાર્યક્રમો થવાના છે. ધરતીકંપમાં મૃતકોની યાદમાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે તો ભજન અને ધ્વજવંદન જેવા કાર્યક્રમો યોજી લોકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત થાય તેવી કોશિશ કરાશે. અર્થ મ્યુઝિયમ,સનસેટ પોઇન્ટ પાસે સૌથી ઊંચાઈ પર આવેલો ભુજીયાનો કોઠો અથવા સંગ્રહાલય પાસે ભુજીયાનો પૂર્વ તરફના કોઠા ઉપર જો મોટી સાઈઝનો રાષ્ટ્રધ્વજ લહેરાવવા સરકાર વિચારે તો એ એક સરસ મજાનું નજરાણું મળ્યું એમ ગણી શકાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.