• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • I Fell In Love Playing A Free Fire Game, A Teenager From Mumbai Ran Away From Home And Came To Bhuj .. Then I Realized The Mistake

લાલબત્તીરૂપ કિસ્સો:ફ્રી ફાયર ગેમ રમતા પ્રેમ થયો, મુંબઈથી કિશોરી ઘરેથી ભાગીને ભુજ આવી.. પછી ભૂલનો અહેસાસ થયો

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ધો.10ની છાત્રા છેલ્લા 3 વર્ષથી મસ્કાના યુવક સાથે સોશિયલ મીડિયામાં પરિચયમાં હતી
  • સ્ટેશને ગુમસૂમ સગીરાની પૂછતાછ બાદ યુવકના પરિવારને પણ બોલાવાયો, મુંબઈથી ભાઈ અને પિતા સગીરાને પરત લઈ ગયા

લોકડાઉનમાં ઓનલાઇન શિક્ષણ દરમિયાન મોટાભાગના બાળકો પાસે મોબાઈલ ફોન આવ્યા પણ તેનો શિક્ષણના બદલે ઈતરપ્રવુતિમાં ઉપયોગ થવા લાગ્યો તેના ઘણા દાખલા સામે આવ્યા છે ત્યારે વધુ એક લાલબતીરૂપ કિસ્સો સામે આવ્યો છે.

જેમાં ઓનલાઇન ફ્રી ફાયર ગેમ રમતા રમતા મહારાષ્ટ્રની કિશોરી અને માંડવીના મસ્કા ગામના યુવક વચ્ચે પ્રેમસબંધ બંધાયો,બંને ફોન મારફતે એકબીજાના સંપર્કમાં હતા તેવામાં આ કિશોરી ઘરેથી ભાગીને ટ્રેનમાં ભુજ આવી ગઈ પણ અજાણ્યા શહેરમાં આવીને તે એકદમ ઉદાસ થઈ ગઈ અને ગુમસુમ બેઠેલી આ સગીરા પર રેલવે પોલીસની નજર પડતા તાત્કાલિક અભયમ 181 હેલ્પલાઈનને બોલાવીને કાઉન્સેલિંગ કરાવ્યું હતું.

બુધવારે સવારે ભુજ રેલવે સ્ટેશન પર છેલ્લા 6 કલાકથી અજાણી તરુણી એક જ જગ્યાએ બેઠી છે અને કશું જ બોલતી નથી તેવી માહિતી સાથે રેલવે પોલીસે 181 અભયમ હેલ્પલાઇનને જાણ કરતા ટીમ આવી પહોંચી હતી અહીં કિશોરી ગભરાયેલી અને કશું જ બોલી શકવા માટે સક્ષમ ન હતી જેથી પીડિતને વિશ્વાસમાં લઇ આશ્વાસન આપી અને કાઉન્સેલિંગ કરવામાં આવતા જાણવા મળ્યું કે, તે મુંબઈમાં રહે છે અને ધો.10માં અભ્યાસ કરે છે.ઓનલાઇન મોબાઈલમાં ફ્રી ફાયર ગેમ રમતી વખતે તે એક યુવકના સંપર્કમાં આવી,જે મસ્કા ગામમાં રહે છે.

છેલ્લા 3 વર્ષથી તેઓ એકબીજાના પ્રેમમાં હતા.દરમ્યાન યુવકે તેને કચ્છ આવવા કહ્યું હોવાથી તે અહીં આવવા તૈયાર હતી પણ છોકરી સગીર હોવાથી 21 વર્ષના યુવકે તેને કચ્છ ન આવવા જણાવ્યું હતું તેમ છતાં 15 વર્ષની આ સગીરા ઘરે કોઈને જાણ કર્યા વગર ટ્રેનમાં બેસીને ભુજ આવી પહોંચી હતી.જેથી મસ્કાથી યુવકના પરિવારને પણ ભુજ બોલાવાયો હતો.જોકે સગીરા તેની મરજીથી ભુજ આવી હોવાથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી.

દરમ્યાન સગીરાને સમજાવી તેના ભાઈનો કોન્ટેક્ટ નંબર લઈ સમગ્ર હકીકત અંગે જાણ કરવામાં આવી હતી.યુવતીના ભાઈએ જણાવ્યું કે,તેઓ બહેનને લેવા માટે બે દિવસમાં આવી જશે આ સમય દરમ્યાન સુરક્ષિત આશ્રય માટે યુવતીને સખી વન સ્ટોપ સેન્ટરમાં લઇ જવામાં આવી હતી અને બીજા દિવસે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે તેના ભાઈ અને પિતા આવ્યા અને તરુણીને મુંબઈ ઘરે લઈ ગયા હતા.કાઉન્સેલિંગની કામગીરીમાં 181 અભયમ હેલ્પલાઇનના કાઉન્સેલર પૂનમ ભુવા,પાયલોટ ભાવેશભાઈ અને કોન્સ્ટેબલ શાંતાબેન જોડાયા હતા.

પિતાને ખબર પડતાં છોકરીનો મોબાઈલ લઈ લેવાયો હતો
સગીરાના પિતાને તેમની દીકરીના અફેરની જાણ થઈ જતા તેમણે મોબાઈલ પણ લઈ લીધો હતો,જોકે બાદમાં આ સગીરા તેની મમ્મીના ફોનમાંથી યુવક સાથે વાત કરતી હતી.

અન્ય સમાચારો પણ છે...