કચ્છ ટાટ ગ્રુપ દ્વારા કચ્છ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકમાં શિક્ષક ઘટની સમસ્યાના કાયમી ઉકેલ માટે ગાંધીનગરમાં રજૂઆત કરવામાં આવી હતી, જેમાં સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, ત્રિકમભાઈ છાંગા અને અનિરુદ્ધભાઈ દવે દ્વારા મુખ્યમંત્રીને શિક્ષક ઘટની સમસ્યાના કાયમી ઉકેલ માટેની નીતિ માટે ચર્ચા કરી હતી. જેનો હકારત્મક પ્રતિસાદ સાંપડ્યો હતો.કચ્છની શાળાઅોમાં શિક્ષક ઘટ્ટની સમસ્યા ખૂબ લાંબા સમયથી રહેતી આવી છે.
જેનો કાયમી ઉકેલ કચ્છના સ્થાનિક કવોલિફાઇડ ઉમેદવારોને પ્રાધાન્ય આપીને લાવી શકાય. સ્થાનિક કાયમી શિક્ષકો મળતા ભાષા ઉપરાંત શૈક્ષણિક યોગ્ય પ્રત્યાયન દ્વારા સરહદી વિસ્તારના વિદ્યાર્થીઓના શૈક્ષણિક સ્તર પણ ઊંચું આવી શકે. તે પ્રકારની નીતિ બને તે માટે મુખ્મંત્રીને કચ્છના 2493 ટાટ પાસ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકેની લાયકાત ધરાવતા કચ્છી ઉમેદવારોના સંગઠન કચ્છ ટાટ ગ્રુપના પ્રતિનિધિ મંડળ દ્વારા ગાંધીનગર કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી.
રાજકીય પ્રતિનિધિઓનો હકારાત્મક સહકાર પ્રાપ્ત થયો હતો. સાંસદ, ભુજના ધારાસભ્ય, અંજારના ધારાસભ્ય અને માંડવી મુન્દ્રાના ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને શિક્ષક ઘટની સમસ્યાના કાયમી ઉકેલ માટેની નીતિ માટે ચર્ચા કરવામાં આવી હતી. કચ્છ ટાટ ગ્રુપના પ્રમુખ તખતસિંહ સોઢા, માર્ગદર્શક વનરાજસિંહ જાડેજા, રાપર તાલુકાના પ્રમુખ રાજેશભાઈ જાદવ, મુન્દ્રા તાલુકાના પ્રમુખ જોરાવરસિંહ જાડેજા, લખપત તાલુકાના ઉપપ્રમુખ વાલજીભાઈ ખોખર ગાંધીનગર ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.