કચ્છી ગાયિકા પર હોલિવૂડ સ્ટાર ફિદા:લંડનમાં મહારાણી એલિઝાબેથની પ્લેટિનમ જ્યુબિલીમાં ગાયિકાના ગરબા-પહેરવેશ પર ટોમ ક્રૂઝ આફરીન થયો

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કચ્છી ગાયિકા પ્રીતિ વરસાણીની તસવીર. - Divya Bhaskar
કચ્છી ગાયિકા પ્રીતિ વરસાણીની તસવીર.

લંડનમાં વિન્ડસર કેસલ ખાતે ઊજવાઈ રહેલા પ્લેટિનમ જ્યુબિલી વર્ષ નિમિત્તે ગુજરાતી કલાકારોએ રજૂ કરેલા ગરબા અને એલૈયાઓના પહેરવેશ પર હોલિવૂડના સુપરસ્ટાર આફરીન થયા હતા.

પ્રીતિ વરસાણી સાથે ટોમ ક્રૂઝ.
પ્રીતિ વરસાણી સાથે ટોમ ક્રૂઝ.

મહારાણી એલિઝાબેથની ઉપસ્થિતિમાં પ્રીતિ વરસાણીએ ઢોલીડા ઢોલ રે વગાડ ગરબાના સૂર છેડ્યા હતા. તેમની સાથે 50 ખેલૈયા ઝૂમી ઊઠયા હતા. કલાના કામણથી હોલિવૂડના સુપરસ્ટાર ટોમ ક્રૂઝ ખૂબ પ્રભાવિત થયા હતા. અન્ય હોલિવૂડ કલાકારો ડેનબરી બ્રિજરટન અને એલન ટીચમાર્શે ગુજરાતી પહેરવેશ સાથે પાઘડી વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...