મેઘો મહેરબાન:તેલંગાણા બાદ સૌથી વધારે વરસાદ કચ્છ-સૌરાષ્ટ્રમાં, સરકારે લોકસભામાં કહ્યું આ સબ ડિવિઝનમાં 87 ટકા વધુ વરસાદ થયો

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અગાઉ ભાસ્કરમાં પણ જિલ્લાની દ્રષ્ટીએ દેશમાં સૌથી વધારે વરસાદ કચ્છમાં થયો હોવાનો અહેવાલ પ્રકાશિત થયો હતો

કચ્છમાં 26 જૂલાઇ સુધી 117 ટકા વરસાદ થઇ ગયો છે. કચ્છમાં 2018ના દુકાળ બાદ સતત ચોથા વર્ષે 100 ટકા ઉપર વરસાદ પડી ગયો છે. જૂલાઇમાં રેકોર્ડ બ્રેક વરસાદ કચ્છમાં થયો છે. અગાઉ 14 જુલાઇના ભાસ્કરના અંકમાં પણ આ અંગે દેશમાં સૌથી વધારે વરસાદ કચ્છમાં નોંધાયો હોવાનો અંગેના અહેવાલ પ્રસિદ્ધ કરાયા હતાં.

હવે બુધવારે લોકસભામાં પણ સરકારે દેશમાં ચોમાસાની સ્થિતિ અંગેની માહિતી આપી છે. જેમાં તેલંગણાં બાદ સૌથી વધારે વરસાદ કચ્છ-સૌરાષ્ટ્રમાં થયો હોવાની વાત કરાઇ છે. જિલ્લાની દ્રષ્ટીઅે દેશમાં સૌથી વધારે વરસાદ કચ્છમાં જ છે. કચ્છમાં કુદરતે કમાલ કરી છે. જૂલાઇના પ્રારંભથી શરૂ થયેલી મેઘ સવારી સતત ચાલુ રહી હતી. જેના લીધે જિલ્લામાં મોસમનો 117 ટકા વરસાદ વરસી ગયો છે.

રાજ્યમાં ટકાવારીના હિસાબે કચ્છમાં સૌથી વધારે વરસાદ વરસી ગયોછે. તેનાથી પણ વધારે ચોંકાવનારી વાત એછે કે ટકાવારી પ્રમાણે જૂલાઇમાં આખા દેશમાં કચ્છમાં વધારે વરસાદ પડ્યો છે ! કચ્છમાં જૂન માસમાં વરસાદ ખેંચાયો હતો. પ્રિમોન્સુન વરસાદ પણ ન બરાબર પડ્યો હતો. જૂન માસ સુધી કચ્છમાં માત્ર 4 ટકા વરસાદ નોંધાયો હતો. પરંતુ ત્યારબાદ કચ્છને વરસાદે તરબતર કરી દીધો છે.

માત્ર રાપર અને ભચાઉને બાદ કરતા આખા કચ્છમાં સારો વરસાદ થયો છે. આ બે તાલુકામાં પણ છેલ્લા એકાદ અઠવાડિયાથી સારો વરસાદ પડી રહ્યો છે. તેમા પણ લખપત, અબડાસ, નખત્રાણા, મુન્દ્રા અને માંડવીમાંતો અતિવૃષ્ટીની નોબત આવી છે. 26 જૂલાઇ સુધી કચ્છમાં 117 ટકા વરસાદ પડી ગયો છે. તો બીજીબાજુ ભારતીય હવામાન વિભાગ પણ રોજેરોજ તથા અઠવાડિયા અને મહિનાની સ્થિતિ અંગે જાણકારી આપતુ હોય છે.

દેશના જિલ્લાઓમાં વરસાદની સ્થિતિ કેવી છે તેની જાણકારી પણ આપવામાં આવે છે. તેમાં જુલાઇના 26 દિવસના અધારે દેશના તમામ જિલ્લાઓમાં ટકાવારીના હિસાબે કચ્છમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. હવામાન ખાતા પ્રમાણે જૂલાઇના 26 દિવસ સુધી કચ્છમાં 126 એમએમ વરસાદની સરેરાશ સામે 462 એમએમ વરસાદ પડ્યો છે. જે સામાન્યથી 265 ટકાવધારે છે.

ભારે વરસાદ તેલંગણા બાદ કચ્છમાં સૌથી વધારે પડ્યો છે. હવે બુધવારે લોકસભામાં પૃથ્વી,વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા એક જવાબ આપવામાં આવ્યો હતો. જેમાં દેશ ડિવિઝન પ્રમાણે વરસાદની ટકાવારી બતાવવામાં આવી છે. જેમાં દેશના 36 સબ ડિવિઝનમાં કચ્છ-સૌરાષ્ટ્રમાં તા. 1-6થી 20-7 સુધી સામાન્ય 217 એએમએમની સામે 405 એમએમ વરસાદ પડી ગયો હોવાનું બતાવવામાં આવ્યું છે.

આમ કચ્છ-સૌરાષ્ટ્રમાં 87 ટકા વરસાદ વધારે પડયો છે. કચ્છ-સૌરાષ્ટ્રથી વધારે વરસાદ માત્ર તેલંગણા સબ ડિવિઝનમાં પડ્યો છે. જેમાં 261 એમએમની સામે 569 એમએમ વરસાદ પડી ગયો છે. આમ અહીં 118 ટકા વધારે વરસાદ પડ્યો છે.

કચ્છમાં તાલુકાવાર પડેલો વરસાદ

તાલુકોસામાન્યવરસાદટકાવારી
અબડાસા415540130
અંજાર49947795
ભચાઉ47427658
ભુજ411655159
ગાંધીધામ43636483
લખપત366675184
માંડવી488726148
મુન્દ્રા523748143
નખત્રાણા451605134
રાપર50127755

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...