• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • Herdsmen Do Not Release Cattle, Thinking That The Municipality Will Get Tired Of Feeding The Cattle And Eventually Abandon Them On Their Own!

નિયમો કાગળ પર:પાલિકા ઢોરોને ખવડાવી થાકી જશે અને આખરે પોતે જ છોડી મૂકશે એમ સમજી પશુપાલકો ઢોર છોડાવતા નથી!

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • પ્રધાનમંત્રીના રોડ શો પહેલા 200 ગૌવંશને પકડી પાંજરે પૂર્યા હતા
  • લમ્પીના ચર્મરોગને કારણે પાંજરાપોળમાં મોકલી નથી શકાયા : દંડ પાંચ હજારથી ઘટાડીને 2 હજાર કરાયો

નગરપાલિકાઅે અોગસ્ટ માસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો અને જાહેર સભા સ્થળ સહિતના રૂટમાંથી રસ્તે રઝળતા 200 જેટલા ઢોરોને પાંજરે પૂર્યા હતા. પરંતુ, પ્રત્યેક ઢોરે 5000 રૂપિયા દંડ હતો, જેથી કોઈ છોડાવવા અાવતું ન હતું અને દંડ ઘટાડીને 2000 કર્યા બાદ 15 જેટલા માલિકો પોતપોતાના ઢોર છોડાવી ગયા છે. જોકે, કેટલાક ઢોર માલિકોઅે અેમ વિચારીને પોતાના ઢોરો છોડાવ્યા નથી કે, નગરપાલિકા ઢોરોને ખવડાવીને થાકી જશે અને છોડી મૂકશે ! બીજી તરફ લમ્પી ચર્મરોગને કારણે નગરપાલિકા પણ ઢોરોનો નિકાલ પાંજરાપોરોમાં કરી નથી શકી.

નગરપાલિકાઅે અાર.ટી.અો. પાસે અને ફાયર બ્રિગ્રેડની કચેરીની બાજુમાં પકડાયેલા ઢોરોને રાખવા ઢોરવાડો બનાવ્યો છે. પકડાયેલા ઢોરોને દાતાઅોના સહયોગથી ચારો નાખવામાં અાવે છે. નગરપાલિકા ઉપર કોઈ ભારણ નથી અેવું નગરપતિ ઘનશ્યામ અાર. ઠક્કર અવારનવાર કહેતા રહ્યા છે. જોકે, ભુજ શહેરમાં 28મી અોગસ્ટે નરેન્દ્ર મોદી અાવવાના હતા અને સ્મૃતિવનના લોકાર્પણ ઉપરાંત રોડ શોનો કાર્યક્રમ પણ રખાયો હતો, જેથી તેમના રૂટમાં અાવતા તમામ રસ્તા ઉપર રખડતા ઢોરોને પકડીને પાંજરે પૂરી દેવાયા હતા, જેમાં નગરપાલિકાના નગરસેવકના પણ 11 જેટલી ગાયો પકડી લેવાઈ હતી.

સૂત્રોનું માનીઅે તો સામાન્ય લોકો ઉપર નીતિ નિયમનું બહાનું અાગળ ધરી હાથ અધ્ધર કરી દેવાતા હતા. પરંતુ, વગદારોના ઢોર પકડાયા તો દંડ 5000થી ઘટાડીને 2000 કરી દેવાયો! સૂત્રોનું માનીઅે તો પોતાના ઢોર છોડાવવા હજુ પણ અેડીચોટીનું જોર લગાવાય છે અને દંડ વિના છૂટી જશે અે અાશામાં છોડાવાતા નથી. તો વળી કેટલાકને અેવી અાશા છે કે, નગરપાલિકા ક્યાં સુધી ઢોરોને ખવડાવશે. અાખરે હારી થાકી છોડી મૂકશે, જેથી સવાલ થાય છે કે, શું અેમને અેવો અનુભવ થઈ ગયો હશે.

અાગામી કારોબારીમાં ઢોરોના નિકાલનો નિર્ણય
પ્રાપ્ત વિગતો મુજબ નજીકના દિવસોમાં કારોબારી સમિતિની બેઠક મળવાની છે, જેમાં પકડાયેલા ઢોરોને માલિકો દ્વારા સમય મર્યાદામાં છોડાવી ન લેવાય તો પાંજરાપોરોમાં મોકલવાનું વિચારાશે. જે બાદ ઢોર માલિકોને પોતાના ઢોર છોડાવવા દિવસ તારા દેખાશે !

અન્ય સમાચારો પણ છે...