• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • Heavy Rains Inundated Several Lakes In The District, Causeway Of Nakhtrana Naliya Highway Was Disrupted And Traffic Was Disrupted

કચ્છમાં મેઘમહેર યથાવત્ત:જિલ્લામાં ધોધમાર વરસાદથી અનેક તળાવો છલકાયા, નખત્રાણા-નલિયા ધોરીમાર્ગનો કોઝવે તૂટતા વાહન વ્યવહાર ખોરવાયો

કચ્છ (ભુજ )3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામીણ વિસ્તારોમાં પણ મેઘોત્સવનો માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશી
  • મુન્દ્રા વિસ્તારમાં વ્યાપક વરસાદ બાદ ખારેકના પાકમાં નુકસાન
  • પૂર્વ કચ્છના રાપર તાલુકામાં પણ અંતે એક ઇંચ વરસાદ પડ્યો

કચ્છ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદના પગલે નદી, ડેમ તળાવોમાં નવા નીર આવ્યાં હતા. જેથી લોકોમાં ખુશી જોવા મળી રહી છે. બીજી તરફ ગાંધીધામ અને માંડવી સહિતના શહેરમાં ગંદકી ફેલાઈ જતા બીમારીનો ભય ઉભો થયો છે. અબડાસામાં નલિયાને નખત્રાણા સાથે જોડતો ધોરીમાર્ગ બીટા પાસેનો કોઝવે તૂટી પડતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. ​​​​​​

ક્યા કેટલો વરસાદ વરસ્યો?
આજે જિલ્લામાં બપોરના બે વાગ્યે સુધીમાં અંજારમાં 5 મિમી સાથે કુલ 181 મિમી, અબડાસામાં 15 મિમી, કુલ 345. ગાંધીધામ 0,કુલ 138 મિમી. નખત્રાણા 2 મિમી, કુલ 409 મિમી. સૌથી ઓછો વરસાદ ભચાઉમાં આજે 0, કુલ 53 મિમી. ભુજ 1 મિમી, કુલ 324 મિમી. સૌથી વધુ મુન્દ્રામાં 17 મિમી. કુલ 566 મિમી. માંડવીમાં 50 મિમી કુલ 550 મિમી. રાપરમાં 70 મિમી, અને લખપતમાં પણ 70 મિમી વરસાદ વરસ્યો હતો.
તળાવોમાં નવા નિર આવતા વધાવાયા
અબડાસાના કોઠારામાં આજે સવારથી સાબેલધારે વરસાદ વરસ્યો હતો. અહિં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તાલુકાના નલિયાને નખત્રાણા સાથે જોડતો ધોરીમાર્ગ બીટા પાસેનો કોઝવે તૂટી પડતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. જ્યારે અનેક તળાવો ઓવરફ્લો થતા વિવિધ ગામના લોકોએ ઢોલ શરણાઈના સંગાથે નવા નીરના વધામણા કર્યા હતા. જખૌના ત્રણ તળાવ એક સાથે ઓવરફ્લો થયા છે તો અબડાસાનો છપરી ડેમ પણ ઓવરફ્લો થયો હોવાનું કપિલ જોશીએ જણાવ્યું હતું.

મુન્દ્રા વિસ્તારમાં 30થી 40 ટકાના ખારેકના પાકમાં નુકસાન
​​​​​​​
મુન્દ્રા તાલુકા આજે 17 MM સાથે કુલ 22 ઇંચ વરસાદ વરસ્યો હતો. જેને લઈ તાલુકાના ભુજપુર, મોરઝર અને ધ્રબ ગામની વાડીઓમાં ઝાડમાં પાકેલી ખારેક બગડી જતા વ્યાપક નુકસાન થયું છે. ઝરપરાના પુનસી ગઢવી નામના ખેડૂતે કહ્યું હતું કે, મારી 100 એકર જમીનમાં ખારેકનો મોડો આવેલો પાક હાલ 30 થી 40 નિષ્ફળ ગયો છે એજ રીતે ત્રણેય ગામની વાત કરીએ તો સેંકડો ખેડૂતો મુખત્વે ખારેક આધીન છે, જેમાં મોટા ભાગના ખેડૂતોનો છેલ્લો પાક વરસાદના કારણે ફુગાઈ જતા નિષફળ નીવડ્યો છે જેને લઈ આ વિસ્તારના ખેડૂતોને સરેરાશ લાખો રૂપિયાની નુકસાની સહન કરવી પડી છે.
​​​​​​​સરણનાથ પાસેનો માર્ગ છેલ્લા 4 દિવસથી બંધ
​​​​​​​
નખત્રાણા તાલુકામાં પણ વરસાદના પગલે અનેક માર્ગોનું ધોવાણ થયું છે. તાલુકાને તલ ગામને જોડતો સરણનાથ પાસેનો માર્ગ છેલ્લા 4 દિવસથી વરસાદમાં તૂટી ગયા બાદ યથાવત રહેતા તલ, લૈયારી અને તલ વાંઢ ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, વાહન વ્હાવહાર સંપૂર્ણપણે બંધ થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હોવાનું સ્થાનિકના અબ્બાસ અમીન જતે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...