રાજયની દરેક જિલ્લા પંચાયતો હસ્તક પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓની જાહેર રજાની માંગણીની વારંવારની રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવી નથી, બે વર્ષથી અવિરત પ્રજાના પડખે રહી આરોગ્ય કર્મચારીઓએ સરકાર તરફથી સોંપાયેલી તમામ ફરજ પુરી પાડી છે તેમ છતાંય જાહેર રજાના દિવસોમાં ફરજ સોંપીને રજાનો લાભ ન મળતા અન્યાય થઇ રહ્યો હોવાનો સુર વ્યકત થયો છે.
કચ્છ જિલ્લા અને રાજયના આરોગ્ય કર્મચારીઓ દ્વારા રજા કે રવિવારના દિવસે કોવિડ વેક્સિનેશનનો કેમ્પ નહીં યોજવા બાબતે મુખ્ય સચિવ તેમજ આરોગ્ય કમિશનરને લેખિતમાં રજૂઆત કરી હતી. છેલ્લા બે વર્ષથી ગ્રામ્ય કક્ષાના ક્ષેત્રીય આરોગ્ય કર્મચારીઓ દ્વારા કોરોના રસીની કામગીરી કરી રહ્યા છે જે બદલ ફ્રન્ટ લાઇન વર્કર તરીકે સન્માનપત્રો આપીને બિરદાવ્યા પણ છે.
જો કે ખેદની લાગણી સાથે જણાવાયું હતું કે ચાર વર્ષ જૂની માગણીને લઇને બેઠક બાદ પણ સાત જેટલી કેડરોની ગ્રેડપેની માગણી અને જગ્યા અપગ્રેડ કરવી, વોરિયર્સ ભથ્થુ, ક્ષેત્રીય ફેરણી ભથ્થુ સહિત પાંચ માગણીઓ હજુ સુધી પડતર પડી રહી છે. 28-3થી મહાસંઘ દ્વારા કામગીરી ચાલુ અને રિપોર્ટિંગ બંધના આદેશથી રાજયભરમાં અસહકાર દાખવી આંદોલન ચલાવી રહ્યા છે તેમ છતા નિકાલ કરાયો નથી.
નવસારી ખાતે મળેલી કારોબારીમાં ઉહાપોહ થતા રવિવારના મેગાડ્રાઇવનું આયોજન કરાયું છે. જાહેરરજા કે રજાના દિવસે ફરજ ન બજાવવાના આદેશને વળગી રહેશે તેમ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.