વિચિત્ર બનાવ:ભુજમાં ગુપ્તાંગ કાપવાની ધમકી આપી ને થોડી વારમાં આકસ્મિક ચાકુ વાગ્યું

ભુજના3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભુજના ભીડ નાકા બહાર યુવાનો વચ્ચે મારા મારીના બનાવમાં યુવાનને ગુપ્તાંગ કાપી નાખવાની ધમકી આપી હતી દરમિયાન ચાકુ વડે ઇજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આરોપી વિરૂધ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મુળ નેપાળના હાલ ભુજ રહેતા મનોજ જશીભાઇ કામીએ બી ડિવિઝન પોલીસ મથકમાં ધીરજપ્રસાદ ધુબરાકુની સોની નામના શખ્સ વિરૂધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે બનાવ સોમવારે રાત્રે ભીડ નાકા બહાર શક્તિ હોટલ પાસે બન્યો હતો. ફરિયાદી અને તેનો ભાણેજ નામરાજ ઉભા હતા. ત્યારે આરોપીએ જુની અદાવતનું મનદુખ રાખીને ફરિયાદી અને તેમના ભાણેજને ગુપ્તાંગ કાપી નાખવાની ધમકી આપીને નામરાજ સાથે મારકુટ કરી હતી.

દરમિયાન ફરિયાદી વચ્ચે પડતાં આરોપીએ ધક્કો મારતાં નીચે પટકાઇ જતાં ફરિયાદીનો ચડ્ડો ઉતરી ગયો હતો. દરમિયાન આરોપીના હાથમાં રહેલ ચાકુ ફરિયાદીના ગુપ્તાંગમાં વાગી જતાં ઇજા પહોંચી હતી. ઘાયલ ફરિયાદીને સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયો હતો. પોલીસે આરોપી વિરૂધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...