ભુજ નરનારાયણ દેવ ગાદી હેઠળના સ્વામિનારાયણ મંદિરના 92 વર્ષીય વયોવૃદ્ધ સંત ગઈકાલે તેમના દીક્ષા અંગીકારના દિવસેજ અક્ષરધામ પામતા સૌ સંતો અને હરિભક્તોએ દિવ્યાત્માના ચરણોમાં શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા. 71 વર્ષ ભગવા સાથે માત્ર ધર્મના પોષણમાં રહેલા અક્ષરનિવાસી સંત પ્રેમપ્રકાશદાસજી સ્વામિને આજે સંપ્રદાયના નીતિ નિયમ મુજબ વિદાય આપવામાં આવી હતી. ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતેથી સદગત સંતની પાલખી યાત્રા યોજાઈ હતી. જેમાં મંદિરના સંતો સાથે કચ્છ તથા રાજ્યના અન્ય શહેરોમાંથી સંતો હરિભક્તો મોટી સંખ્યમાં જોડાયા હતા. રાવલવાડી નજીકના સંપ્રદાયના સ્મશાનગૃહ ખાતે તેમની અંતિમક્રિયા કરવામાં આવી હતી.
જીવનપર્યત માત્ર અને માત્ર ધર્મના પોષણમાં અને લોકોના આત્મકલ્યાણને વરેલા સ્વામિ પ્રેમપ્રકાસદાસજીની આજે ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતેથી અંતિમ વિદાયના સમયે સ્થાનિક સાથે અમદાવાદ, સુરત અને મુંબઇ સહિતના શહેરોમાંથી હરિભક્તો ઉપસ્થિત રહી પાલખીયાત્રામાં જોડાયા હતા અને સદગત સંતના સંસ્મરણો વાગોળ્યા હતા.
ૉ
આ વેળાએ ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપ મહંત સ્વામી ભગવદજીવનદાસજી અને કોઠારી જાદવજી ભગત સહિતના સંતો સાથે મોટી સંખ્યમાં હરિભક્તો અંતિમવિધિમાં જોડાયા હતા. સદગત સ્વામી દ્વારા તેમના સંતકાળ દરમ્યાન લોક કલ્યાણ અર્થે અનેક મંદિર નિર્માણ કરવામાં આવ્યા છે. જેમ માતા પોતાના સંતાનનું પોષણ કરે તેમ તેમણે સત્સંગનું પોષણ કર્યું છે. એવું સ્વામી સુખદેવ સ્વરૂપ દાસજીએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.