વિવાદ:નાના અંગીયામાં સામાન્ય મુદે સામસામે હથોડીથી હુમલા

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પારિવારીક મુદ્દેે તકરાર બાદ મામલો બીચક્યો
  • પ્રૌઢને નાક અને આંખ પાસે તો, યુવાનને માથામાં ઇજા

નખત્રાણા તાલુકાના નાના અંગીયા ગામે પારિવારીક મુદાને લઇ યુવક અને આધેડ વચ્ચે બોલાચાલી થયા બાદ સામસામે લોખંડની હથોડીથી હુમલો કરાયો હતો. જેમાં બન્નેને ઇજા પહોંચી હતી. નખત્રાણા પોલીસ મથકમાં બન્ને પક્ષે ફરિયાદ નોંધાવાઇ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ નાના અંગીયા ગામે રહેતા નારણભાઇ રતનશીભાઇ કેશરાણી (ઉ.વ.53)એ ગામના રાહુલ જેઠાભાઇ લોંચા સામે ફરિયાદ નોંધાવી હતી. બનાવ બુધવારે બપોરે ત્રણ વાગ્યાના અરસામાં ગામના બસ સ્ટેશન પર બન્યો હતો.

ફરિયાદીએ આરોપીને કહ્યું કે, તુ દારૂ પીને તારી પત્નીને રોજ કેમ મારશ જેથી આરોપી રાહુલ ઉસ્કેરાઇ ગયો હતો. અને પોતાના પ્લમ્બીગ કામના સાધનોના થેલામાંથી હથોડી કાઢીને નારણભાઇના નાક પર અને આંખની ઉભરના ભાગે મારીને લોહીલુહાણ કરી ગંભીર ઇજા પહોંચાડી હતી.

તો, પ્રતિ ફરિયાદમાં રાહુલ જેઠાભાઇ લોંચાએ પોલીસને જણાવ્યું હતું કે, આરોપી મારી પત્ની વિશે વાત કરતાં ફરિયાદીએ આરોપીને જણાવ્યું હતું કે, તમારો દિકરો મોટા થયો તોય હજુ ફર્યા કરે છે. જેથી આરોપી નારણભાઇ ઉશ્કેરાઇ જઇને ફરિયાદી સાથે ગાળા ગાળી કરી જાતિ અપમાનિત કરીને માથાના ભાગે લોખંડની હથોડી મારી ઇજા પહોંચાડી હતી. નખત્રાણા પોલીસે બન્ને પક્ષની ફરિયાદ લઇ આરોપીઓ વિરૂધ એકટ્રોસીટી સહિતની કલમ તળે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...