સોળ આની વરસાદ થાય તો તો હમીરસર તળાવ ઓગની જાય, પણ જો ઓછો થાય તો શહેરની દક્ષિણે આવેલા ધુનારાજા ડેમની કેનાલના પાટિયા ખોલીને વધારાનું પાણી મેળવી શકાય છે. એવી જ રીતે રાજાશાહીના સમયમાં પશ્ચિમ બાજુ મિરજાપર રખાલ તરફના પાણીને ભુજ બાજુ વાળવા માટે અંદાજે 36 એકરમાં ફેલાયેલા ઉમાસર તળાવનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેને હમીરસર સુધી લઈ જવા પાણીની સપાટીથી નીચે તરફ લઈ જવા અંડર ગ્રાઉન્ડ વ્યવસ્થા ઉભી કરાઈ હતી.
સફાઈ માટે થોડા થોડા અંતરે કુવા બનાવવામાં આવ્યા હતા. જેને 24 કૂવાની આવ કહેવામાં આવે છે. જો કે, એરપોર્ટ રીંગ રોડ બનતા બે કુવા રસ્તા નીચે આવી જતા પાઇપ નાખી ત્યારબાદ ખુલ્લી નીક વડે મંગલમ ચાર રસ્તા પાસેના વહેણમાં જોડી દેવામાં આવી છે. આ આવને તજજ્ઞો પાસેથી અભ્યાસ કરાવી અને નિર્વિઘ્ને પાણી પસાર થઈ શકે એવી કરવામાં આવે તો વધુ એક સ્ત્રોત કાયમી મળી રહે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.