પાલિકા પાણી વિતરણમાં નિષ્ફળ:નગરપાલિકા પર નર્મદાના પાણી પેટે GWIL નું અધધ 125 કરોડનું લેણું !

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શહેર કોંગ્રેસે લેખિતમાં બિલની વિગતો માંગતા હકીકત બહાર અાવી
  • ભુજની દૈનિક 40.95 અેમ.અેલ.ડી. જરૂરિયાત સામે સપ્ટેમ્બરમાં 45.91 અેમ.અેલ.ડી. અપાયું

ભુજ શહેરના રહેવાસીઅો માટે જી.ડબ્લ્યુ.અાઈ.અેલ. દ્વારા ભુજ નગરપાલિકાને નર્મદાના પાણીનો કેટલા જથ્થો અપાય છે અે માટે ભુજ શહેર કોંગ્રેસે ભુજ નગરપાલિકા અને અંજારજી.ડબ્લ્યુ.અાઈ.અેલ.ના સિનિયર મેનેજર પાસે લેખિતમાં વિગતો માંગી હતી, જેમાં જી.ડબ્લ્યુ.અાઈ.અેલ.અે જણાવ્યું હતું કે, ભુજ શહેરની દૈનિક 40.95 અેમ.અેલ.ડી. પાણીની જરૂરિયાત છે. જેની સામે સપ્ટેમ્બર માસમાં 45.91 અેમ.અેલ.ડી. પાણી અપાયું હતું.

અેટલું જ નહીં પણ નગર નગરપાલિકા ઉપર નર્મદાના પાણી પેટે જી.ડબ્લ્યુ.અાઈ.અેલ.નું 125 કરોડનું લેણું બાકી બોલે છે! અેવી માહિતી પત્રકાર પરિષદમાં અપાઈ હતી.માધ્યમોને માહિતી અાપતા ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવીઅે જણાવ્યું હતું કે, છેલ્લા અેકાદ માસથી ભુજ નગરપાલિકા દ્વારા નળ વાટે સાત સાત દિવસે પાણી વિતરણ થવા લાગ્યું છે, જેથી ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ અાર. ઠક્કરને કારણ પૂછ્યું હતું તો તેમણે જણાવ્યું હતું કે, જી.ડબ્લ્યુ.અાઈ.અેલ. દ્વારા જથ્થો ઘટાડી દેવાયો છે અને માંડ 30 અેમ.અેલ.ડી. પાણી મળે છે.

અેટલું જ નહીં પણ ફોર્સ પણ 1800 ક્યૂબ મિટર પ્રતિકલાકને બદલે 1200 ક્યૂબ મિટર પ્રતિકલાક કરી દેવાયો છે, જેથી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. બીજી તરફ જી.ડબ્લ્યુ.અાઈ.અેલ.અે જણાવ્યું હતું કે, 45 અેમ.અેલ.ડી. અાપીઅે છે. અેટલે બંને પાસે લેખિતમાં માંગ્યું હતું, જેમાં જી.ડબ્લ્યુ.અાઈ.અેલ.અે સપ્ટેમ્બર માસમાં દૈનિક 45.91 અેમ.અેલ.ડી. પાણી અાપ્યાનું જણાવ્યું હતું.

જ્યારે નગરપાલિકાઅે જુલાઈમાં સરેરાશ દૈનિક 46 અેમ.અેલ.ડી. અને અોગસ્ટમાં દૈનિક 45 અેમ.અેલ.ડી. પાણી મળ્યાનું જણાવ્યું હતું. જો નગરપાલિકાનો શાસક પક્ષ ભાજપ શહેરીજનોને પાણી વિતરણમાં નિષ્ફળ નીવળ્યો છે.

સુધરાઈએ જે માસથી વિતરણ વ્યવસ્થા ખોરવાઇ તે સપ્ટેમ્બરનો ઉલ્લેખ નથી કર્યો
ભુજ શહેરમાં સપ્ટેમ્બર માસથી પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. પરંતુ, ભુજ નગરપાલિકાની વોટર સપ્લાય બ્રાન્ચના ઈજનેરે જુલાઈ અને અોગસ્ટ માસમાં જી.ડબ્લ્યુ.અાઈ.અેલ. દ્વારા કેટલું પાણી મળ્યું અે જણાવ્યું છે. પરંતુ, સપ્ટેમ્બર માસમાં કેટલું પાણી મળ્યું અે લેખિતમાં જણાવ્યું નથી. પત્રકાર પરિષદમાં ભુજ નગરપાલિકાના વિપક્ષીનેતા કાસમ સમા, ઉપનેતા ફાલ્ગુની ગોર, જિલ્લા કોંગ્રેસ મંત્રી હાસમ સમા, જિલ્લા કોંગ્રેસ પ્રવકતા ઘનશ્યામસિંહ ભાટ્ટી, ગની કુંભાર, નગરસેવક મહેબૂબ પંખેરિયા, અાઈશુબેન સમા, અમીષ મહેતા વગેરે જવાબો અાપ્યા હતા.

કલેકટર અને ભાજપના નેતાઅોને મફત
કોંગ્રેસના અાગેવાનોઅે જણાવ્યું હતું કે, 2022ની 4થી અેપ્રિલે કારોબારી સમિતિઅે અને 30મી અેપ્રિલે સામાન્ય સભામાં ઠરાવ કરાયો હતો કે, ટેન્કર મારફતે મફત પાણી વિતરણ બંધ કરવું. પ્રત્યેક ટેન્કરે 100 રૂપિયાને બદલે 200 રૂપિયા ચાર્જ વસુલવો. જોકે, ઠરાવમાં ક્યાંય અસામાન્ય સંજોગોમાં મફત વિતરણનો ઉલ્લેખ નથી. અામ છતાં કલેકટરને અેપ્રિલથી અોકટોબર સુધી 25 વખત, જિલ્લા ભાજપ અાગેવાનોને અસંખ્ય વખત, નગરસેવકોને દરરોજ કોઈને કોઈ કારણસર મફત વિતરણ કરાયું છે.

કુકમા ઉપરાંત ત્રણ અેરવાલ્વ ટેપિંગ મારફતે પણ અપાય છે
અંજાર જી.ડબ્લ્યુ.અાઈ.અેલ.ના સિનિયર મેનેજરે જણાવ્યું હતું કે, ભુજ નગરપાલિકાને કુકમા હેડવર્કસ ઉપરાંત ત્રણ અેરવાલ્વ ટેપિંગ મારફતે નર્મદાના પાણી અાપવામાં અાવે છે.

સુધરાઈને જાણ કર્યા છતાં વોટર મિટર લગાવતી નથી: અંજાર જી.ડબ્લ્યુ.અાઈ.અેલ કચેરી
અંજાર જી.ડબ્લ્યુ.અાઈ.અેલ.ના સિનિયર મેનેજરે અહેવાલમાં જણાવ્યું હતું કે, ભુજ નગરપાલિકાને વોટર મીટર લગાવવા અવાર નવાર જાણ કરવામાં અાવી છે. પરંતુ, અાજદિવસ સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી, જેથી જી.ડબ્લ્યુ.અાઈ.અેલ. દ્વારા પાણી અપાય ત્યારબાદ ભુજ શહેરમાં પૂરતા દબાણ અને જથ્થામાં વિતરણ વ્યવસ્થાની જવાબદારી ભુજ નગરપાલિકાની છે.

પાણીની ચોરી કરે છે કોણ અે ખબર નથી !
ભુજ નગરપાલિકા અને જી.ડબ્લ્યુ.અાઈ.અેલ. દ્વારા નર્મદાના પાણીના જથ્થાના જથ્થામાં 15 અેમ.અેલ.ડી. તફાવત અંગે કોંગ્રેસને પૂછ્યું કે, તો પછી અે પાણીની ચોરી કરે છે કોણ. તો કોંગ્રેસે જણાવ્યું હતું કે, અે હજુ ખબર નથી. તપાસ ચાલુ છે. અેમને પણ ખુલ્લા પાડશું. જોકે, તેમણે ભુજ અને અંજારના શાસક પક્ષના વગદાર નેતાઅો દ્વારા વિધાનસભાની ચૂંટણી પહેલા અાખલાયુદ્ધમાં પ્રજાનો ખો કઢાતો હોવાનું જણાવ્યું હતું. અે ઉપરાંત બારોબાર ગેરકાયદે પાણી વેચાણની પણ ભીતિ વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...