કામગીરી:ભુજ, નારણપર, સુખપરના વિવિધ પ્રશ્નોના ત્વરીત નિરાકરણની ખાતરી

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગણેશોત્સવમાં વિધાનસભા અધ્યક્ષાએ લોકોના પ્રશ્નો સાંભળ્યા

ભુજ તેમજ તાલુકાના નારણપર અને સુખપરમાં ગણેશોત્સવમાં સહભાગી બની વિધાનસભા અધ્યક્ષાઅે લોકોને કનડતા પ્રશ્નોના નિરાકરણની ખાતરી અાપી હતી. વિધાનસભા અધ્યક્ષા નિમાબેન આચાર્યઅે ગામના વિવિધ કામોની મુલાકાત લઈ સ્થાનિક પ્રશ્નો ઉપર ચર્ચા કરી હતી અને વિકાસકામોનું ઝડપી નિરાકરણની તત્પરતા દાખવી હતી.

તેઓએ મદનપુર સ્વામિનારાયણ બાઇઓના મંદિરની પણ મુલાકાત લઇને આશીર્વચન મેળવ્યાં હતાં. આ તકે અગ્રણી હરી આહીર, નવીન કાપડી, તાલુકા પંચાયત સદસ્ય પુરબાઈ વેકરિયા, ઝુરા સરપંચ તુષાર ભાનુશાલી, નારણપર સરપંચ ધનબાઈ પિંડોરિયા, મદનપુર સરપંચ પૂનમબેન મૈયાણી, અગ્રણીઅો સુરેશ જોષી, રાજા રબારી, ભરત ગોર, હરીશ વેકરિયા, મનજી ખેતાણી, ધનજી ભુવા, મદનપુર સરપંચ પૂનમબેન મૈયાણી, પુષ્પાબેન ખેતાણી, રવજી ખેતાણી વગેરે હાજર રહ્યા હતા.

અા ઉપરાંત વિધાનસભા અધ્યક્ષાઅે ભુજમાં વિવિધ સોસાયટીના ગણેશ મહોત્સવમાં હાજરી આપી હતી અને જન આરોગ્ય માટે પ્રાર્થના કરી હતી. વધુમાં તેમણે વિવિધ સોસાયટીના પ્રશ્નો સાંભળ્યા હતા અને સોસાયટીના વિકાસમાં નગરપાલિકા હરહંમેશ તત્પર છે તેવું જણાવ્યું હતું. પાલિકા પ્રમુખ ઘનશ્યામ ઠક્કર, પાણી સમિતિ ચેરમેન ઘનશ્યામ સી. ઠક્કર, અગ્રણી ભરત રાણા તેમજ વિવિધ વિસ્તારના નગરસેવકો તેમની સાથે જોડાયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...