ભાવિન વોરા :
પાણીના કારણે ત્રીજા વિશ્વયુદ્ધની સંભાવનાઓ નકારી શકાતી નથી તેવી અવારનવાર ઉભી થતી આશંકાની વચ્ચે ભૂગર્ભ જળ અને સપાટીના જળની ગુજરાતની સ્થિતિ વચ્ચે સારા સમાચાર સામે આવ્યા છે. ભુજ આવેલા સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના વેસ્ટ રીજિયનના ડાયરેક્ટર જી. કૃષ્ણમૂર્થી અને વરિષ્ઠ જળવૈજ્ઞાનિક એ. કે. જૈને ‘ભાસ્કર’ એક ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં 189 બ્લોક્સમાં ભૂગર્ભ જળની સ્થિતિ સારી છે.
51 ટકા સુધી ભૂસંગ્રહ થાય છે. જોકે, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જમીન ક્ષારવાળા પાણીવાળી હોવાથી ચિંતાજનક બાબત છે. ભૂગર્ભ જળ સાચવવા માટે દર વર્ષે ચોમાસામાં કુદરતી પાણી રિચાર્જ થાય એ અનિવાર્ય હોવાનું તેમણે જણાવ્યું હતું.
રાજ્યમાં 189 બ્લોક્સ સુરક્ષિત : 23માં 100ટકાથી વધુ ભૂજળ:
ભૂવિજ્ઞાનીઓના સંશોધન મુજબ ગુજરાતમાં 189 બ્લોક્સ સુરક્ષિતની કેટેગરીમાં આવે છે. 23 બ્લોક એવા તારવાયા છે કે જ્યાં સરફેસ અને ગ્રાઉન્ડ વોટરની સ્થિતિ 100 ટકા કરતાં વધુ સારી છે. 7 ટકા બ્લોક ચિંતાજનક છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.