જિલ્લામાં એક તરફ વિવિધ માર્ગો પર ચાલી રહેલા ઓવરલોડ મીઠા ભરેલા ડમ્પર અને તેમાંથી માર્ગ પર રેલાતાં પાણીથી લોકો પરેશાની ભોગવી રહ્યા છે. ત્યારે બીજી તરફ આજે શુક્રવારે ભુજ-મુન્દ્રા ધોરીમાર્ગ પર ભુજના પટેલ ચોવીસીના કેરા નજીકના માર્ગે કોઈ વાહનમાંથી અડધો કિલોમીટર સુધી કાંકરી માર્ગ પર વેરાઈ જતાં વાહન ચાલકોને પસાર થવામાં મુશ્કેલી ઉભી થઇ હતી. વાહનોને મંદ ગતિ સાથે આગળ વધવું પડી રહ્યું છે. તો અમુક વાહનના ટાયરમાં પણ હાનિ પહોંચી રહ્યાનું જાણવા મળ્યું છે.
કાંકરીના પગલે વાહન ચાલકોને મુશ્કેલી ઉભી થઇ
ભુજ-મુન્દ્રા ધોરીમાર્ગ પર વેરાયેલી કાંકરીના પગલે ઉભી થયેલી મુશ્કેલી બાદ વાહન ચાલકોએ જણાવ્યું હતું કે જિલ્લામાં ઠેર ઠેર આ પ્રમાણે ક્યારેક અકસ્માતે તો ક્યારેક તંત્રના ભયથી ખનીજ તત્વો માર્ગ પર ખાલી કરી જવાતાં હોય છે. જેનો ભોગ બાદમાં પસાર થતા વાહનોને બનવું પડે છે. ત્યારે સંબધિત તંત્ર દ્વારા માલ પરિવહન કરતા વાહનો પર નિયમોની અમલવારી કડક બનાવાય તે જરૂરી છે. અન્યથા ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાઈ જવાની સંભાવના છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.