કચ્છના 67 સરકારી અારોગ્ય કેન્દ્રમાં તબીબ કે પૂરતા કર્મચારીઅો ન હોવાને કારણી લોકો લાચાર બની ગયા છે, તો માર્ચ મહિનાની શરૂઅાતથી અારોગ્ય વિભાગની ગ્રાન્ટ ન અાવતા વિવિધ સેવા અને સંચાલન પર વિપરીત અસર પડી હતી. સમગ્ર સમસ્યા અંગે અહેવાલ પ્રકાશિત કરાતા કરાયો હતો. અંતે અારોગ્ય વિભાગની ગ્રાન્ટ અાવી જતા 1થી 10 તારીખમાં પગાર તેમજ અન્ય ખર્ચાઅોના ચૂકવણા કરવામાં અાવશે તેવું જાણવા મળ્યું છે.
માર્ચ મહિનાની શરૂઆતથી ગ્રાન્ટ નહીં આવતા વિવિધ સેવાઓ અને આરોગ્ય કેન્દ્રના સંચાલન પર વિપરીત અસરો વર્તાવા લાગી છે. એપ્રિલમાં અારોગ્ય કેન્દ્રોના તબીબ કે અન્ય કર્મચારીઓએ પોતાની શાખ પર ઉધારમાં ડીઝલ ભરાવી ગાડુ ગબડાવ્યું પરંતુ હવે આરોગ્ય સ્ટાફ પણ લાચારી અનુભવી રહ્યો છે અને ગ્રાન્ટ ન આવે ત્યાં સુધી અેમ્બ્યુલન્સનો લાભ લોકોને મળતો બંધ થવાની ગંભીર ભીતિ સર્જાઇ છે. ટેલિફોન બિલ નહીં ભરાતા લેન્ડલાઇન ફોન અને ઇન્ટરનેટ બંધ પડ્યા છે. કેટલાક સ્થળે 2 મહિનાથી સફાઇ કામદારોને પણ પગાર ચૂકવી શકાયો નથી.
સામાન્ય વહીવટ માટે સ્ટેશનરી, પ્રિન્ટરના કાર્ટીજ જેવા રોજિંદા ખર્ચ કર્મચારીઓને પોતાના ખિસ્સામાંથી કરવો પડે તેવી હાલત સર્જાઇ છે. મુખ્યમંત્રીની હાજરીમાં મોટા ઉપાડે ભુજ ખાતે લોકાર્પિત કરાયેલી 36 અદ્યતન એમ્બ્યુલન્સમાં ડીઝલ ભરાવવા નાણા ન હોવા અંગે અહેવાલ પ્રકાશિત કરાયો હતો.
ગત ગુરુવારે જ ડીઝલના પાપે વિથોણ પીએચસીની એમ્બ્યુલન્સ નહીં મળતા નવજાત શિશુનું સમયસર સારવારના અભાવે મોત થયું હોવાનો આક્ષેપ ઉઠ્યો હતો. શનિવારે દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રકાશિત થતા જ જિલ્લા અારોગ્ય અધિકારી (સીડીઅેચઅો)અે તેમના વ્હોટસઅેપ ગ્રુપમાં સમાચારપત્રનું કટિંગ શેર કરી તમામ તાલુકા અારોગ્ય અધિકારીઅોનો ખુલાસો લેતા કહ્યું હતું કે, અા સમાચારની સત્યતા જાણી તે અંગેનો રિપોર્ટ અાજે જ મોકલવો. બીજી તરફ અેવો મેસેજ કર્યો હતો કે, ઉધારમાં ડીઝલ અાપી શકે તેવા પેટ્રોલપંપ સંચાલકો પાસેથી ડિઝલ લઇ લ્યો.
અંતે અારોગ્ય વિભાગની ગ્રાન્ટ અાવી ગઇ છે અને સમસ્યાનું નિરાકરણ ટૂંક સમયમાં અાવી જશે તેમ જાણવા મળ્યું છે. અારોગ્ય વિભાગના સુત્રોઅે કહ્યું હતું કે, 1થી 5 તારીખ સુધી પગારના ચૂકવણા કરાશે બાદમાં કર્મચારીઅોને ડિઝલ, સ્ટેશનરી, સફાઇ કામદારના પગાર, ટેલીફોન બિલ સહિતના ચૂકવણા કરવામાં અાવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.