તાલુકાના માધાપરમાં આવેલા હાલાઈનગરમાં ઉભેલી કાર સાથે ટકકર મારી તેમાં ઈરાદાપૂર્વક ઘસરકા પાડવામાં આવ્યા હોવાની ફરિયાદ માધાપર પોલીસમાં દાખલ કરવામાં આવી છે.અહીં રહેતા ધવલ ભગવતીપ્રસાદ રાવલની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું કે,રવીવારે સાંજે તેઓ ઘરેથી પરિવાર સાથે રોટરીની મિટિંગમાં રતનાલ તરફ જવાના હોવાથી પોતાની વેગનઆર ગાડી નંબર જીજે 12 ઇઈ 2909માં બેસવા જતા હતા ત્યારે માધાપરમાં રહેતો પ્રહલાદસિંહ જે ગોહિલ નામનો વ્યક્તિ પોતાની પાસે રહેલ મારૂતિ કંપનીની ઝેન ગાડી નં.જીજે 12 એઇ 2037 વાળી ફરિયાદીની વેગનઆર ગાડી સાથે પુરઝડપે અને બેદરકારી ભરી રીતે ચલાવી ઘસડાવી વેગનઆર ગાડીના ડાબી સાઈડના બમ્પરને નુકસાન તેમજ દરવાજામાં સ્કેચીસ પાડી અને ઝેન ગાડી લઈને આરોપી નાસી ગયો હતો.
સોસાયટીની જમીનની મેટરમાં જેમ તેમ બોલવાની ના પાડી હોઈ તે બાબતનું મનદુઃખ રાખીને આ બનાવને અંજામ આપવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.જેથી માધાપર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
પોલીસે ઓછી કલમો લગાવી હોવાનો આક્ષેપ કરાયો
હાલાઈનગરના રહેવાસીઓ દ્વારા જણાવાયું કે,આ કેસમાં પોલીસ દ્વારા યોગ્ય કલમોનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. હળવી કલમો લગાડવામાં આવી હોવાનું જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.