જાહેરાત:સરકારી પ્રા. શાળામાં ચોપડા આવી ગયા, 13 તારીખે વિતરણ કરાશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા કક્ષાઅેથી ગ્રૂપ શાળા મારફતે પહોંચતા કરી દેવાશે
  • ધોરણ 8 અને 5ના બાકી રહેતા​​​​​​​ ​​​​​​​પુસ્તકો અેક બે દિવસમાં અાવશે

કચ્છની સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઅો માટે પાઠ્ય પુસ્તક અાવી ગયા છે. જેનું વિતરણ તાલુકા કક્ષાઅેથી ગ્રૂપ શાળા અને ગ્રૂપ શાળા મારફતે દરેક શાળામાં થવાનું છે. 13મી જૂને શાળાઅો ખૂલતા જ વિદ્યાર્થીઅોને અાપવાનું શરૂ થઈ જશે.

સરકારી પ્રાથમિક શાળાઅોમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા પુસ્તકોનું મફત વિતરણ કરવામાં અાવે છે. જે પુસ્તકો તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પાસે પહોંચી ગયા છે. સંભવત અેકાદ બે દિવસમાં ગ્રૂપ શાળામાં પહોંચતા થઈ જશે. ત્યારબાદ 13 જૂન પહેલા દરેક શાળામાં પહોંચી જશે. વેકેશન ખૂલતા જ વિદ્યાર્થીઅોના હાથમાં પુસ્તક અાવી જશે.

સૂત્રોઅે જણાવ્યું હતું કે, ધોરણ 8ના 2 વિષયના અને ધોરણ 5ના 1 વિષયના પુસ્તકો અાવ્યા નથી. પરંતુ, વેકેશન ખૂલ્લે અે પહેલા તાલુકા કક્ષાઅે પહોંચી અાવશે, જેથી વેળાસર અભ્યાસક્રમ શરૂ થઈ જશે. અામ, અા વખતે પ્રાથમિક શાળાઅોમાં પુસ્તકોમાં વિલંબ થયો નથી.

અાર.ટી.ઈ.ના ત્રીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા શરૂ
રાઈટ ટુ અેજ્યુકેશન હેઠળ વંચિત અને ગરીબ લોકોને ખાનગી શાળામાં સરકારી ખર્ચ ભણાવવામાં અાવે છે. જેની પ્રવેશ પ્રક્રિયાનો ત્રીજો રાઉન્ડ મંગળવારથી શરૂ થઈ ગયો છે, જેમાં 65 વિદ્યાર્થીઅોને પ્રવેશ મળ્યો છે અને 6ઠ્ઠી જૂન સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલશે. જેની વાલીઅોને મેસેજથી જાણ કરી દેવાઈ છે. વાલીઅોઅે પોર્ટલ પરથી અેડમીટ કાર્ડ ડાઉનલોડ કરી શાળામાં 6ઠ્ઠી જૂન સુધી જરૂરી અસલ અાધારો સાથે પ્રવેશ મેળવી લેવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...