ઋતુજન્ય વાનગી:શિયાળામાં સ્વાસ્થ્ય ચિંતિત સ્વાદપ્રિય લોકોમાં અડદિયાને બદલે ગોડદિયાનું આકર્ષણ ઉમેરાયું, જોકે ભાવ ‘કડવા’

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અન્ય મિષ્ટાનંદની જેમ અડદિયામાં પણ વેરાઈટી વધી

શિયાળો આવે અને જો અડદિયા યાદ ન આવે તો તે કચ્છી નહીં. આમ તો આ મિષ્ટાન બધે જ બનાવાય છે અને શિયાળામાં આરોગાય છે, પરંતુ કચ્છના અડદિયા મસાલાથી ભરપૂર અને કચ્છની ઠંડીને અનુરૂપ ગરમી લઈ આવનારા હોય છે. કોમ્પ્યુટરના સોફ્ટવેર કે મોબાઈલ એપ્લિકેશનમાં જેમ અપડેટ આવે તેમ અડદિયા પણ હવે અપડેટ થયા છે. બજારમાં હવે એક જ પ્રકારના નહીં પરંતુ પાંચ પ્રકારના અડદિયાથી વેરાઈટી મળે છે.

કચ્છના વસાણા યુક્ત અડદિયા કચ્છ બહાર અદેહ વિદેશ પણ જતા હોય છે આ વર્ષે અડદિયામાં વધુ ચાર વેરાયટી ઉમેરવાનું કહેતા મૌલિક ઠક્કર જડાવે છે કે લોકોનો ટેસ્ટ જાણીને અમે નવતર પ્રયોગ કર્યો છે. આ પાંચ જાતના અડદિયામાં રેગ્યુલર અડદિયા, અડદિયા લાઈટ, સુપર સ્પેશિયલ અડદિયા, સુગરલેસ અને ગોડદીયા. આજકાલ લોકોને લાઇફ સ્ટાઇલ અને ફુડને કારણે ડાયાબિટીસનું પ્રમાણ વધુ જોવા મળે છે ત્યારે ખાંડમાંથી બનતા અડદિયા ને બદલે ગોળમાંથી બનતા ગોડદીયા તરફ લોકો આકર્ષાયા છે.

ખાંડ કરતાં થોડા મોંઘા પડતા પરંતુ સૂકવ્યો અને વસાણા ને કારણે અડદિયા જેવા જ લાગતા ગોળમાંથી બનતા આ વ્યંજનને પણ લોકો માણી રહ્યા છે ગોળ હોવાથી સુગર સુગરની તકલીફ પણ નહીં અને શક્તિવર્ધક પણ ખરા માટે થોડા મોંઘા પડતા પણ આ ગોડદીયા તરફ લોકો વળ્યા છે તે ચોક્કસ.

આવી જ રીતે શરીરને ધ્યાનમાં રાખીને ઓછા મસાલાવાળા લાઈટ અડદિયા પણ બજારમાં મૂક્યા છે. તો સૂકોમેવો અને વસાણાથી ભરપૂર સુપર સ્પેશિયલ અડદિયા પણ વેચાય છે. જેમ ગોડદીયા જેને શુગરની તકલીફ હોય તેના માટે છે તેમ જ સુગરલેસ પણ મીઠાઈ ખાવાની મનાઈ હોવા છતાં પણ મિષ્ટાન નો આસ્વાદ માણી શકે તે માટે તેનું પણ વેચાણ સારું એવું છે.

સિઝન આ વર્ષે મોડી શરૂ થઈ છે
સામાન્ય રીતે દિવાળી ઉપર શિયાળો બેસી જાય છે અને ઠંડી પણ શરૂ થઈ જાય એટલે લોકો અડદિયા તરફ વળે છે, પરંતુ આ વર્ષે એકાદ મહિના પછી ઠંડી શરૂ થતા ખરીદી પણ એક મહિનો મોડી થઈ છે એવું મીઠાઈ અને ફરસાણના વેપારીઓ જણાવે છે. જો કે જેમ ઠંડી જામશે તેમ વેચાણ પણ વધશે અને પ્રવાસીઓ પણ ખરીદીમાં જોડાશે તેવી આશા વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...