કાર્યવાહી:જી.કે. જનરલ હોસ્પિટલના બે સિક્યુરિટી ગાર્ડ પર લોખંડના પાઇપથી હુમલો કરાયો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રવેશ મુદ્દે મુન્દ્રા પાલિકાના સેનિટેશન ચેરમેનના પુત્રએ કરી માથાકૂટ

ભુજની અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં પાસ વગર ઇમરજન્સી ગેઇટમાંથી પ્રદેશવાની ના કહેવા મુદે ગાળા ગાળી કરીને મુન્દ્રા નગર પાલિકાના કાઉન્સિલર અને સેનીટેશન વિભાગના ચેરમેનના પુત્રએ બે સિક્યુરીટી ગાર્ડને લોખંડના પાઇપથી માર મારી ઇજા પહોંચાડતાં ચકચાર મચી જવા પામી હતી.

પોલીસે બનાવની જાણવા જોગ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ જી.કે.જનરલ હોસ્પિટલના ઇમરજન્સી ગેઇટ પર ફરજ બજાવતા ઘાયલ સિક્યુરીટી ગાર્ડ દેવઆનંદ કુમાર (ઉ.વ.19) અને વિકાસ ચહર (ઉ.વ.27)એ પોલીસ ચોકીમાં એમએલસીમાં નોંધ કરાવી હતી. કે, બનાવ બુધવારે સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં બન્યો હતો.

ઘાયલ સિક્યુરીટી ગાર્ડ પોતાની ફરજ પર હતા ત્યારે ભરત હરિભાઇ ગોહિલ નામનો યુવાન ઇમરજન્સી ગેઇટ પર આવ્યો હતો. અને ગેઇટની અંદર પ્રવેશવા બાબતે સિક્યુરીટી ગાર્ડ સાથે બોલા ચાલી કરીને લોખંડના પાઇપ વડે બન્ને જવાનોને હાથ અને પગના ભાગે માર મારી ઇજા પહોંચાડી હતી.

તો, બીજીતરફ ઘટના સબંધે મુન્દ્રા નગરપાલિકાના કાઉન્સિલર અને સેનીટેશનના વિભાગના ચેરમેન હરિભાઇ ગોહિલે જણાવ્યું હતું. કે, તેમની પુત્ર વધુ હોસ્પિટલમાં દાખલ હોઇ તેમનો ત્રણ વર્ષની પોત્રી રડતી હોવાથી તેમના પુત્રએ ગેઇટમાં પ્રવેશવા મુદે સિક્યુરીટી ગાર્ડને કહ્યું હતું પરંતુ બાલાચાલી બાદ માથાકુટ થઇ હતી. જો કે, આ ઘટના અંગે બી ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક કરતાં બનાવ બન્યાનું સમર્થન આપ્યું હતું પરંતુ કોઇ ફરિયાદ નોંધાઇ ન હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...