રાપર સહિત કચ્છની ગ્રામપંચાયતોમાં ફરજ બજાવતા વીસીઇને ફિકસ વેતનથી નિમણૂક આપી, તેમને સરકારી કર્મચારીનો દરજ્જો આપવા માંગ ઉઠી રહી છે.
ગુજરાત રાજય ગ્રામપંચાયત વીસીઇ મંડળ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ અવાર-નવાર રજુઆતો કરાઇ હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરાતી નથી. સરકારે વીસીઇના પ્રશ્નો અને માંગણીઓ સ્વીકારીને તા.27/10/16ના રોજ બેઠક કરાવીને પગાર ધોરણની માંગણીનું નિરાકરણ કરવા બાહેંધરી આપી હતી. જો કે તેને 8 મહિના થવા આવ્યા છતાં માંગણીઓ બાબતે કોઈ અમલ કરાઇ નથી. સરકારે આશ્વાસન આપ્યું હોવા છતાં આજદિન સુધી ઇ-ગ્રામ વીસીઇને પગાર ચુકવવા સંબંધે અમલવારી કરવામાં આવતી નથી, જેના કારણે કચ્છ સહિત રાજયના 13 હજાર જેટલા વીસીઇઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે.
કચ્છ સહિત રાજ્યના તમામ વીસીઇની સમસ્યાઓનું કાયમી ધોરણે તાત્કાલિક નિરાકરણ કરવા રાપર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય સંતોકબેન ભચુભાઇ આરેઠિયાએ રાજયપાલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પંચાયતમંત્રી બ્રિજેશ મેરજા, ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા સુખરામ રાઠવા સહિત કચ્છ કલેક્ટર વગેરેને લેખિત રજૂઆત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.