સુપ્રીમ કોર્ટનો આદેશ:કચ્છની બોર્ડર પરથી લાપતા થયેલા સૈન્ય અધિકારીની માહિતી તેની માતાને આપો

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
લાપતા કેપ્ટન - Divya Bhaskar
લાપતા કેપ્ટન
  • 1997માં ભેદી સંજોગોમાં લાપતા થયેલા બે જવાનના કેસ અંગે સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી ચિંતા
  • કેન્દ્રએ કહ્યું બંને સૈનિકોને શોધવા માટે તમામ પ્રયાસો કરાયા, પરંતુ પાકિસ્તાને હજુ સુધી તેમની હાજરીનો સ્વીકાર કર્યો નથી

કચ્છની બોર્ડર પરતી 1997માં લાપતા થયેલા બે જવાના મામલામાં હાલ સુપ્રીમ કોર્ટમાં સુનવણી ચાલી રહી છે. કેપ્ટન સંજીત ભટ્ટાચાર્જી, જેઓ ઓગસ્ટ 1992માં ગોરખા રાઈફલ્સમાં કમિશન્ડ થયા હતા અને એપ્રિલ 1997માં કચ્છની બોર્ડર પર લાન્સ નાઈક રામ બહાદુર થાપા સાથે ગુમ થઈ ગયા હતા.

સંજીતની માતા કમલા ભટ્ટાચાર્જીએ ગયા વર્ષે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો, અને કેન્દ્ર પાસેથી તેમના પુત્રના ઠેકાણા વિશે માહિતી આપવા માટે નિર્દેશ માંગ્યો હતો. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે ગુમ થયેલા ભારતીય સેનાના અધિકારીને શોધવા માટે સંબંધિત સત્તાવાળાઓ દ્વારા લેવામાં આવેલા પગલાઓ પર ફોલોઅપ કરે અને તેની 81 વર્ષીય માતાને ત્રિમાસિક ધોરણે માહિતી પ્રદાન કરે છે.

જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ અને જે.બી. પારડીવાલાની બેંચે. એ કહ્યું કે તે ખરેખર ખૂબ જ કમનસીબ છે, 25 વર્ષથી અેક જવાન ગુમ છે અને કોઈએ કારણ આપ્યુ નથી. અને તે મૃત હોવાનું માનવામાં આવે છે અને તેને પહેલાથી જ શ્રદ્ધાંજલિ આપવામાં આવી દેવાઇ છે.અરજદારના જણાવ્યા મુજબ, 19 એપ્રિલ, 1997ના રોજ, તેના પુત્ર સહિત 17 સૈનિકોની એક પ્લાટૂન કચ્છના રણમાં સરહદ પર પેટ્રોલિંગ માટે ગઈ હતી. 20 એપ્રિલ, 1997ના રોજ 15 સૈનિકો કેપ્ટન સંજીત ભટ્ટાચાર્જી અને લાન્સ નાઈક રામ બહાદુર થાપા વિના પાછા ફર્યા હતા. ત્યારથી કેપ્ટન સંજીત અને થાપા બંને ગુમ છે.

એડિશનલ સોલિસિટર જનરલ કે.એમ. નટરાજે રજૂઆત કરી હતી કે બંને સૈનિકોને શોધવા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે, પરંતુ પાકિસ્તાને હજુ સુધી તેમની હાજરીનો સ્વીકાર કર્યો નથી, અને આ મામલો માત્ર વિદેશ મંત્રાલય દ્વારા રાજદ્વારી ચેનલો દ્વારા જ ઉઠાવવામાં આવી શકે છે. અદાલતે 11 માર્ચે, ગુમ થયેલા આર્મી અધિકારીની માતાની અરજીની તપાસ કરવા માટે સંમત થયા હતા.

માતાએ દાવો કર્યો હતો કે તેણીને માહિતી મળી હતી કે તેનો પુત્ર પાકિસ્તાનના લાહોરની કોટ લખપત જેલમાં બંધ છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, “અરજદારના પુત્રને યોગ્ય સત્તાધિકારી સમક્ષ તેનો કેસ જણાવવાની કોઈ તક આપવામાં આવી નથી અથવા તેના પરિવારના સભ્યો સાથે વાતચીત કરવાની મંજૂરી આપવામાં આવી નથી.”

અગાઉ આ કેસમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો હતો
અરજદારના પતિનું તેમના પુત્રની રાહ જોયા બાદ નવેમ્બર 2020માં મૃત્યુ થયું હતું. એપ્રિલ 2004માં અરજદારના પરિવારને રક્ષા મંત્રાલય તરફથી એક પત્ર મળ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે કેપ્ટન સંજીત મૃત્યુ પામ્યા હોવાનું માનવામાં આવે છે. અા મામલામાં સુપ્રીમ કોર્ટે કેન્દ્રને ગુમ થયેલા સૈનિકનો કેસ પાકિસ્તાન સાથે હાથ ધરવા જણાવ્યું છે. જો કે, કેન્દ્રએ, એડિશનલ સોલિસિટર જનરલ કે એમ નટરાજને કોર્ટને જાણ કરી હતી કે ભારત સરકારે ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશન દ્વારા પાકિસ્તાન સરકાર સાથે વાતચીત કરી હતી. અને પાકિસ્તાને હજુ સુધી તેમની જેલમાં આ અધિકારીઅોનીની હાજરીનો સ્વીકાર કર્યો નથી.

ગુમ થયા બાદ સેનાને જાણકારી મળી હતી : માતા
અધિકારીની માતાએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, “અરજદારના પુત્રને કલમ 21 હેઠળ તેના મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામાં આવ્યો છે. એટલે કે જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના રક્ષણનો અધિકાર મળ્યું નથી. માતાઅે દાવો કર્યો હતો કે તે ગુમ થયો તે જ વર્ષે ભારતીય સેના દ્વારા રેડિયો ઈન્ટરસેપ્ટ પરથી જાણવા મળ્યું કે તેનો પુત્ર કેટલાક પાકિસ્તાની માછીમારો દ્વારા મળી આવ્યો હતો. તેઓએ તેને પાકિસ્તાન રેન્જર્સને સોંપી દીધો જેણે બાદમાં તેની કસ્ટડી પાકિસ્તાની સેનાને આપી દીધી.

સોગંદનામામાં પાકિસ્તાની જેલમાં બંધનો એકરાર
ગયા વર્ષે મે માસમાં, કેન્દ્રએ કોર્ટમાં 83 યુદ્ધ કેદીઓની યાદી રજૂ કરતી વર્તમાન અરજીના જવાબમાં એક સોગંદનામું દાખલ કર્યું હતું. જેઓ પાકિસ્તાનની જેલમાં હોવાનું માનવામાં આવે છે. આ યાદીમાં કેપ્ટન સંજીત ભટ્ટાચાર્જીનું નામ સામેલ હતું.

અન્ય સમાચારો પણ છે...