ભારત સરકાર જ્યારે G-20 માટે કચ્છ પર પસંદગી ઉતારી છે ત્યારે કચ્છ અને ભુજ આવનારા દિવસોમાં દેશ અને દુનિયાનું કેન્દ્ર સ્થાન બનશે. જેને કેન્દ્રમાં રાખીને કચ્છનું પાટનગર ભુજ શહેરના મુખ્ય માર્ગોની મરમ્મત અને સુશોભન થશે. પરંતુ ભુજ અનેક પાયાની સુવિધાઓની સમસ્યાઓથી જજુમી રહ્યું છે. કે દિવસ અગાઉ ધારાસભ્ય કેશુભાઈ પટેલે નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર અને નગરસેવકોની ઉપસ્થિતિમાં મંતવ્ય લઈને ભુજના રોજીંદા પ્રશ્નનોને આગામી દિવસોમાં વાચા આપવા કોશિશને સહરાનીય પગલાં સ્વરૂપે જોવામાં આવે, પરંતુ લોકો દ્વારા થતી ચર્ચા મુજબ પ્રથમ તો ધારાસભ્યએ ભુજ શહેરના મુખ્ય રસ્તાઓ , બસસ્ટેશન પાસે, હોસ્પિટલ રોડ, કોર્ટ વિસ્તાર, ઘનશ્યામ નગર, મંગલમ્ જેવા માર્ગો જે ભુજના મુખ્ય માર્ગો છે
ત્યાં નવા ટેન્ડરો પાડી રસ્તા બનાવવામાં આવે ત્યાં સુધી રીપેરીંગ કરવા તાત્કાલિક ધોરણે પ્રાધાન્ય આપવું જોઈએ, ત્યારબાદ જ્યાં જ્યાં મંદિરો, સ્કૂલો તેમજ જાહેર રસ્તાઓ જ્યાં પબ્લિકની અવર જવર બહુ હોય તેવી જગ્યા એ RTO અને ટ્રાફિકના નિયમો અને તંત્રને સાથે રાખી સ્પીડ બ્રેકર, સફેદ પટ્ટા અને રેડિયમ સ્ટીકર સહિત ના કામોને પ્રાધાન્ય આપવું જોઈએ. જેથી કરીને ભુજના લોકો સાથે પ્રવાસીઓ પણ સુંદર ભુજની છાપ લઈ ને પરત ફરે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.