ભારતીય કિસાન સંઘ-ભુજ દ્વારા કિસાનોને સતાવતી વિવિધ સમસ્યાઅો મામલે મુખ્યમંત્રીને લેખિત રજૂઅાત કરાઇ છે. નર્મદાના વધારાના અેક અેમઅેઅેફ પાણીના કામો માટે પ્રથમ ફેઝની મંજૂરી મળી છે, તેમાં તાત્કાલિક બજેટ ફાળવીને કામોમાં ગતિ લાવવા, નહેરના બાકી અેક મીલીયન અેકર ફુટના કામોને વહીવટી મંજૂરી અાપવા, મોડકુબા સુધી તાત્કાલિક નર્મદાના નીર છોડવા, માઇનોર કેનાલના કામો ચાલુ કરવા, દુધઇ સબ બ્રાન્ચ કેનાલના કામો ચાલુ કરવા, ખેતીવાડી ફીડરોમાં મીટર પ્રથા મરજિયાત કરી સ્કાય યોજના શરૂ કરવા.
અબડાસામાં ઘોરાડ અભયારણ્યના બહાના હેઠળ ખેડૂતોને વીજ કનેક્શન અપાતા નથી ને પવનચક્કીઅોની વીજ લાઇનો નીકળે છે, જેથી ખેડૂતોને વીજ કનેક્શન અાપવા, દુષ્કાળના કારણે 3 વર્ષથી વાવેતર ન કરાયું હોય તેવા ખેતરો સરકાર દાખલ કરાયા છે, જે તમામ સરવે નંબરો રેગ્યુલર કરવા, જમીન માપણીમાં અનેક ભૂલો હોઇ અાવી માપણી રદ કરવા, લાગુની જમીનમાં ખેડૂતને ખેતી કરવાની શરતે મંજૂરી અાપવા, ખેડૂતો અેક ખેતરમાંથી બીજા ખેતરમાં કાંપ લઇ જાય ત્યારે ખનિજના નામે કરાતી કનડગત નિવારવા, ડ્રીપ ઇરીગેશન માટે જૂની પધ્ધતિ દાખલ કરી 90 ટકા સબસિડી અાપવા.
રાજ્યમાં 44 પીઅેમ કિસાન સમૃધ્ધિ કેન્દ્રો શરૂ કરાયા છે પરંતુ કચ્છમાં અેકપણ નથી, જેથી તાત્કાલિક ચાલુ કરવા, ખેડૂતોને રાજ્યના તમામ જિલ્લા કે, તાલુકામાંથી ટ્રેક્ટરની ખરીદીની છૂટ અાપવા, કાંટાળી વાડની યોજનામાં ડ્રો પધ્ધતિ બંધ કરી, વહેલા તે પહેલાના ધોરણે લાભ અાપવા અને વર્ષાંતે તમામ અરજીઅોનો નિકાલ લાવવા, તમામ ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ અાપવા, અકસ્માત વીમાનું વળતર વધારીને 4 લાખ કરવા, વર્ષ 2019-20ના વીમાનું વળતર ચુકવવા, લડુલી-સાંતલપુર રોડ માટે સંપાદન થયેલી જમીનોનું વળતર તાત્કાલિક ચુકવવા ભારતીય કિસાન સંઘ-કચ્છના પ્રમુખ શિવજી અેમ. બરાડિયાઅે માંગ કરી છે.
દર વર્ષે લેવાતા પાક મુજબ નિયમિત નીલા શેઢા ન લખી જમીન કરાય છે સરકાર દાખલ
કચ્છમાં દર વર્ષે લેવાતા પાક મુજબ નીલા શેઢા નિયમિત લખવાના હોય છે પરંતુ અા કામગીરી ન કરી જમીન સરકાર દાખલ કરાય છે અને ઉભા પાકના ભેલાણ વખતે તે સાબિત થઇ શકતું નથી. જેથી તાત્કાલિક નીલા શેઢાની કામગીરી કરવા, રેવેન્યૂ રેકર્ડમાં અધિકારીઅોની જ નાની-મોટી ભૂલો હોય છે તેમ છતાં જયારે જમીનોનું ખરીદ-વેચાણ થાય છે.
ત્યારે નોંધ વેરીફાઇ કરતી વખતે મૂળ નોંધમાં ભૂલો કાઢી જમીનો સરકાર દાખલ કરાય છે. વધુમાં જમીનમાં ભાઇઅો ભાગે ભાગલા વખતે માપણી દરમ્યાન અેક-બે ગુઠા અાગળ પાછળ થાય તો માપણી જ રદ કરી દે વાય છે, જે અયોગ્ય છે, જેથી અા પ્રશ્ને પણ મુખ્યમંત્રીને રજૂઅાત કરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.