મુશ્કેલી:લખપત કાંઠાના છાત્રો માટે દૈનિક શાળાએ પહોંચવુ તે પણ એક પરીક્ષા

નારાયણ સરોવર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છાત્રો મહામુસીબતે નારાયણસરોવર અભ્યાસ કરવા જવા મજબૂર
  • એસટી બસની સેવા ન હોવાથી અપડાઉન માટે મુશ્કેલી

કચ્છના સરહદી વિસ્તારોમાં અાજે પણ અેસટી બસ મુસાફરીનું મુખ્ય સાધન છે. પરંતુ અનેક છેવાડાના ગામોમાં બસ જતી નથી. જેના કારણે ગામના લોકો તથા ખાસ કરીને અપડાઉન કરતા વિદ્યાર્થીઅોને ખુબ જ મુશ્કેલી ઉભી થાય છે. લખપત તાલુકાના સરહદી અને દરિયાકાંઠાના ગામોમાં અેસટી બસ ન અાવતી હોવાથી છાત્રોને નારાયણ સરોવર ખાતે અભ્યાસ માટે અપડાઉન કરવા રોજે રોજ અેક જાતની પરીક્ષા અાપવી પડે છે.

સરહદી પીપર, રોડાસર, ગુહર, ખીરસરા, મેડી, ગુનાઉ, ગુગરિયાણાના 20થી વધારે વિદ્યાર્થીઅો નારાયણસરોવર ખાતે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં અભ્યાસ માટે અાવે છે. અામાંથી મોટાભાગના ગામો દરિયા કાંઠે અાવેલા છે. જ્યાં અેસટી બસની સેવા નથી. જેના કારણે લોકોને અન્ય ગામો કે તાલુકા મથકે જવા માટે રોજે રોજ પડકારનો સામનો કરવો પડે છે. ખાસ કરીને વિદ્યાર્થીઅોને નારાયણ સરોવર પહોંચવા માટે ખુબ જ મુશ્કેલી થાય છે. ખાનગી વાહનો પણ મર્યાદિત છે.

અને રોજેરોજ ખાનગી વાહનોના ભાડા પણ સામાન્ય લોકોને પરવડે નહીં. છાત્રો ગમે તેમ કરીને શાળાઅે પહોંચી તો જાય છે પણ શાળા છૂટ્યા બાદ પરત ગામમાં અાવવાની પણ મોટી ચૂનોતી હોય છે. અા સરહદી ગામોના લોકોએ અેસટી વિભાગને બસ સેવા શરૂ કરવા અનેક વખત રજૂઅાત કરી હોવા છતાં કોઇ સેવા શરૂ કરવામાં અાવી નથી.

અહીં કેટલાક ગામમાં તો અાજ દિવસ સુધી અેસટી બસ અાવી પણ નથી ! અહીં નલિયા ડેપો નજીક થાય છે. તેથી નલિયા ડેપોથી લોકલ બસ અા ગામમાં દોડાવી શકાય છે. તો ગામ લોકોની સાથે વિદ્યાર્થીઅોને પણ ફાયદો થાય તેમ છે. સરહદી વિસ્તારના લોકોમાં તો જાગૃતિ છે. પણ અહીંના છાત્રો પણ અભ્યાસ કરે તે દેશ હિતમાં છે.

અન્ય સમાચારો પણ છે...