હવામાન:કચ્છમાં તાપમાન આંશિક ઘટતાં ગરમીમાં સામાન્ય રાહત

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંડલા (એ)માં 41.5, ભુજ 40માં મહત્તમ 40 ડિગ્રી

કચ્છમાં મહત્તમ તાપમાનનો પારો અડધોથી દોઢ ડિગ્રી નીચે ઉતરતાં ગરમીમાં આંશિક રાહત અનુભવાઇ હતી. આગામી પાંચ દિવસ સુધી ઉષ્ણતામાનમાં નોંધપાત્ર વધારો નહીં થાય તેવો વર્તારો હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે.

શનિવારે 45.9 ડિગ્રી જેટલાં મહત્તમ તાપમાને ભઠ્ઠીમાં ફેરવાયેલાં કંડલા એરપોર્ટ મથકે પારો વધુ દોઢ આંક જેટલો જેનીચે ઉતરીને 41.5 ડિગ્રીએ પહોંચ્યો હતો પરિણામે ગાંધીધામ, આદિપુર અને અંજાર સહિતના વિસ્તારોમાં ગરમીમાં સામાન્ય રાહત અનુભવાઇ હતી. ભુજમાં દિવસભર સરેરાશ 8 કિલો મીટરની ગતિએ પવન ફૂંકાવાની સાથે સૂર્ય નારાયણનો ડંખ ઓછો થયો હતો અને ઉંચું તાપમાન પણ ઉતરીને 40 ડિગ્રી રહેતાં ગરમી આંશિક ઓછી થઇ હતી.

રાજ્યના સૌથી ગરમ 10 મથકો

અમદાવાદ43.6
ગાંધીનગર42.8
રાજકોટ42.3
સુરેન્દ્રનગર42
કંડલા (એ)41.5
ભાવનગર41
વિદ્યાનગર40.1
ભુજ40
વડોદરા40
ડિસા40

​​​​​​​ ​​​​​​​

ન્યૂનતમ 25 ડિગ્રી સાથે મોડી રાત્રે ઠંડક પ્રસરી હતી. કંડલા બંદરે અધિકત્તમ 38 જ્યારે નલિયા ખાતે 35.6 ડિગ્રી નોંધાયું હતું. દરમિયાન આગામી પાંચ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા નહિવત હોતાં પારો 40થી 42 ડિગ્રી રહેશે તેવું પૂર્વાનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...