આગામી ચાર-પાંચ દિવસ સુધી ગરમીમાં નોંધપાત્ર વધારો નહીં થાય તેવી હવામાન વિભાગે વ્યક્ત કરેલી સંભાવના વચ્ચે કચ્છમાં પારો અડધોથી દોઢ આંક જેટલો ઉંચકાતાં ભુજ, ગાંધીધામ અને અંજાર સહિતના વિસ્તારમાં ગરમીમાં સામાન્ય વધારો અનુભવાયો હતો.
રાજ્યમાં પાંચમા ક્રમે ગરમ રહેલાં કંડલા એરપોર્ટ મથકે ઉંચું ઉષ્ણતામાન દોઢ આંક ઉંચકાઇને 41.2 ડિગ્રીએ પહોંચતાં ગાંધીધામ અને અંજાર પંથકમાં ગરમી ફરી જોર પકડતી જણાઇ હતી. જિલ્લા મથક ભુજમાં પણ પારો ઉંચકાઇને 41 ડિગ્રી થવાની સાથે ગરમીમાં સામાન્ય વધારો અનુભવાયો હતો.
કંડલા પોર્ટ પર મહત્તમ 38.7 ડિગ્રી નોંધાયું હતું જ્યારે નલિયા ખાતે પણ અડધો આંક અધિકત્તમ વધીને 36.4 ડિગ્રી રહ્યું હતું. કચ્છભરમાં ન્યૂનતમ સરેરાશ 24 ડિગ્રીએ મોડી રાત્રિથી ટાઢક પ્રસરી હતી. દરમિયાન આગામી ચાર-પાંચ દિવસ મહત્તમ તાપમાન 40થી 41 ડિગ્રી જેટલું રહેવાનું પૂર્વાનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાયું છે. હાલ તાપમાનનો પારો નીચું હોવાના કારણે લોકોને ગરમીમાં રાહત મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.